દુલ્હનના ખોળામાં હતું બાળક, પછી સામે આવી 3 વર્ષની પ્રેમ કહાની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમશેદપુર (ઝારખંડ): સાકચી સ્થિત શીતલા મંદિરમાં સોમવારના રોજ એક લગ્ન થયા હતા જેમાં દુલ્હન ખોળામાં બાળક પણ હતું. વાત એમ છે કે પ્રેમિકાએ જ્યારે એક બાળકને જન્મ આપ્યો તો પ્રેમીએ તેને છોડી દીધી. જેલમાં જવાની બીકે તે લગ્ન કરવા તૈયાર થઇ ગયો.
 
- ચંદ્રાવતીનગર દલમા કોલોનીમાં રહેતી એક નેહા નામની યુવતી સાથે આકાશ કુમારને ત્રણ વર્ષથી સંબંધ હતા.
- દરમિયાન આકાશે લગ્નનો લાલચ આપી પ્રેમિકાનું શોષણ કર્યું. દરમિયાન તે ગર્ભવતી થઇ ગઇ. યુવતીએ 7 જૂનના રોજ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. અને રેકોર્ડમાં બાળકના પિતાનું નામ આકાશ કુમાર લખ્યું.
- પરંતુ બાળક થયા બાદ આકાશે તેને ઠુકરાવી દીધી અને બાળકને સાથે લઇ ગયો. પ્રેમીકાએ જ્યારે આકાશ અને તેના પરિવારને લગ્નની વાત કહી તો તેમણે ના પાડી દીધી.
- રવિવારના રોજ પીડિતાએ ઘટનાની જાણકારી ભાજપ નેતા પ્રીતિ સિન્હાને આપી. ત્યાર બાદ તેણે આકાશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
- પ્રેમીકાના જણાવ્યા અનુસાર આકાશે લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું.
- પોલીસને ફરિયાદ મળતા તે આકાશને ઉપાડી લાવી હતી. પહેલા તો તેણે પ્રેમીકા સાથે લગ્ન કરવાની ના પાડી હતી પરંતુ પોલીસે તેને જેલ જવાની ચેતવણી આપી તો તે લગ્ન માટે તૈયાર થઇ ગયો.
- ત્યારબાદ સોમવારે સાંજે પરિવારની મંજૂરીથીઆકાશ અને નેહા સર્મા લગ્ન શીતળા મંદિરમાં થયા હતા.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...