Home » National News » Latest News » National » Books On Super 30 Patna Founder Anand Kumar share his story

દાદીના ઈલાજના સંકલ્પે અમિતને પહોંચાડ્યો આઈઆઈટી

Divyabhaskar.com | Updated - Apr 01, 2015, 02:55 AM

રહેવા માટે ઘાસનું ઘર, જેની છતમાંથી વરસાદના ટીપાં પડતા હતા

 • Books On Super 30 Patna Founder Anand Kumar share his story
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રહેવા માટે ઘાસનું ઘર, જેની છતમાંથી વરસાદના ટીપાં પડતા હતા. વાંચવા માટે જૂના પુસ્તકો અને આ બધાની વચ્ચે બીમાર દાદીની સેવા. આ રીતે પસાર થયું અમિતનું બાળપણ, પરંતુ એક વખત તેણે એન્જિનિયર બનવાનો નિર્ણય લીધો તો પછી તેને પ્રાપ્ત કરીને જ ઝંપ્યો. કેવી રીતે, જણાવી રહ્યા છે આનંદ કુમાર...
  પટણા જિલ્લાના દક્ષિણચક ગાંવમાં રહેતો હતો વીરેન્દ્ર પ્રસાદનો પરિવાર. ખેતી કરીને જેમ તેમ કરીને તે પોતાનું અને ત્રણ બાળકોનું પેટ ભરતા હતા. પરિવારમાં ભાગલા પડ્યા બાદ તેમના ભાગમાં માંડ એક વીઘા જમીન જ આવી તો ભોજનની સમસ્યા થવા લાગી. રોજગારનો કોઈ બીજો માર્ગ ન હતો તો વીરેન્દ્ર બીજાના ખેતરોમાં મજૂરી કરવા લાગ્યા. આ રીતે પરિવારનું પેટ તો ભરાઈ જતું, પરંતુ કોઈ સલામત ભવિષ્યનું તેમનું સપનું સાકાર થવું અશક્ય હતું.
  તેઓ મન મારીને રહેતા હતા, કેમ કે પોતે એટલા ભણેલા-ગણેલા ન હતા કે સારી નોકરી કરી શકે. એ જ સમયે તેમણે વિચારી લીધું કે ભલે ગમે તે થાય, તેઓ પોતાનાં બાળકોને ખુબ ભણાવશે, પરંતુ તેના માટે પણ પૈસાની જરૂર હતી, જે તેમની પાસે હતા નહીં. નાનો પુત્ર અમિત જ્યારે ભ‌ણવાની ઉંમરે પહોંચ્યો તો તેને ગામની નજીકમાં આવેલી એક સરકારી સ્કૂલમાં મોકલવા લાગ્યા. સ્કૂલની સ્થિતિ એવી હતી કે શિક્ષકો ક્યારેક જ આવતા હતા. બાળકોને ભણાવવામાં તેમને જરા પણ રસ ન હતો, પરંતુ અમિત ભણવા માગતો હતો. તે જાતે જ ભણતો હતો. તે જ્યારે સાતમા ધોરણમાં પહોંચ્યો ત્યારે કોઈએ તેને ‘સુપર-30’ અંગે જણાવ્યું. તેને ખબર પડી કે એન્જિનયરિંગની તૈયારીની સાથે-સાથે ત્યાં રહેવા-ખાવાની પણ મફત વ્યવસ્થા હોય છે. અમિતે એ જ સમયે નક્કી કરી લીધું કે તે એન્જિનિયર બનશે.
  જોકે, તેના માટે સૌથી પહેલા દસમા બોર્ડની પરીક્ષા આપવી જરૂરી હતી. અમિત માટે આ કામ પણ સરળ ન હતું. પૈસાનો અભાવ જ એકમાત્ર સમસ્યા ન હતી. એક રૂમના ઘરમાં તેને ભણવા માટે શાંત વાતાવરણ મળતું ન હતું. તે મોડી રાત સુધી જાગીને વાંચવાનો પ્રયાસ કરતો તો બીમાર દાદીને સતત આવતી ખાંસી અડચણ બનતી. અભ્યાસ છોડીને એ દાદીની સેવામાં લાગી જતો. દાદીની બીમારીનો ઈલાજ શક્ય હતો, પરંતુ તેના માટે કોઈ મોટી હોસ્પિટલમાં જવા માટે તેમની પાસે પૈસા ન હતા. અમિત હંમેશાં વિચારતો કે તે ભણી-ગણીને જ્યારે નોકરી કરવા લાગશે તો સૌથી પહેલા દાદીનો ઇલાજ કરાવશે.
  આનંદ કુમાર,
  સંસ્થાપક,
  ‘સુપર’ 30

  વધુ વાંચવા આગળ ક્લિક કરો...
 • Books On Super 30 Patna Founder Anand Kumar share his story
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એ જ્યારે ધોરણ-10માં પહોંચ્યો તો બિહાર બાર્ડનો કોર્સ બદલાઈ ગયો અને હવે જૂનાં પુસ્તકો સાથે અભ્યાસ શક્ય ન હતો. નવા પુસ્તકો માટે પૈસાની વ્યવસ્થા કરવામાં તેને ત્રણ મહિનાનો સમય લાગી ગયો અને ત્યાં સુધી તો પરીક્ષા માથે આવી ગઈ. તે આખી રાત વાંચતો. એ સમયે ગામમાં વીજળી ન હતી, એટલે દીવાના અજવાળામાં જ પુસ્તકોમાં આંખો ફોડતો રહેતો હતો. વરસાદના સમયે ઘાસની છતમાંથી પાણીનાં ટીપા અંદર આવતા, તો પણ અમિત લાગ્યો રહેતો. કોઈ પણ રીતે દસમું પાસ કરીને તે એક દિવસ સીધો મારી પાસે આવી પહોંચ્યો. 
   
  અત્યંત શાંત અને સૌમ્ય સ્વભાવનો હતો, પરંતુ જીવનનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું - આઈઆઈટીમાંથી એન્જિનયિરંગ. પ્રથમ મુલાકાતમાં જ મેં હું તેનાથી પ્રભાવિત થયા વગર રહી શક્યો નહીં. મેં તેને મારી બેચમાં સામેલ કરી લીધો. તેને અભ્યાસના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળી ગઈ, પરંતુ પિતાની દયનીય આર્થિક સ્થિતિ અને દાદીની બીમારી તેને હંમેશાં યાદ રહેતી હતી. હોસ્ટેલમાં જ્યારે બધા જ બાળકો રાત્રે ઊંઘી જતા ત્યારે અમિત વાંચતો રહેતો હતો. કોઈ તેને ટકોર કરતું તો કહેતો કે, મારી દાદી હજુ પણ દવાના અભાવમાં આખી રાત ખાંસે છે, પછી મને ઊંઘ કેવી રીતે આવી શકે. ગણિતમાં તેને ખાસ રસ હતો. તે પ્રશ્નનો ઉકેલ લાવવાની નવી-નવી રીત શોધતો રહેતો હતો.  તેનો સ્વભાવ અને લગન બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપતો હતો. 
   
  2014માં આઈઆઈટી પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તો અમિત સારા રેન્ક સાથે પાસ થયો. પરિવારના બધા જ સભ્યો ખુશ હતા, પરંતુ અમિત સૌથી પહેલા પોતાની દાદી પાસે ગયો. એ જણાવવા માટે કે, હવે તેણે ઇલાજ માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેની સફળતા અંગે જાણ્યા બાદ વિદેશોમાંથી પણ પત્રકાર તેના પરિવારને મળવા આવવા લાગ્યા. અત્યારે તે આઈઆઈટી, ગુવાહાટીમાં ભણી રહ્યો છે, પરંતુ દાદીનો ઈલાજ અને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ઉપરાંત પણ તેને બીજા અનેક સપના છે. તે આઈએએસ બનવા માગે છે અને તેની લગન જોતાં એ બાબતે જરા પણ શંકા જતી નથી કે એક દિવસ તેનું સપનું જરૂર પૂરું કરશે.
 • Books On Super 30 Patna Founder Anand Kumar share his story
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Books On Super 30 Patna Founder Anand Kumar share his story
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Books On Super 30 Patna Founder Anand Kumar share his story
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending