બોફોર્સનું કૌભાંડ નહીં પણ મીડિયા પબ્લિસિટી : રાષ્ટ્રપતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીડિયાએ ટ્રાયલ ચલાવીને ચુકાદો સંભળાવી દીધો : મુખરજી
નવી દિલ્હી: દેશના સૌથી ચકચારી બોફોર્સ કૌભાંડને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ‘ મીડિયા પબ્લિસિટી ’ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આજ સુધી દેશની કોઇ પણ કોર્ટે તેને કૌભાંડ નથી માન્યું. મીડિયાએ જરૂર ટ્રાયલ ચલાવીને ચુકાદો સંભળાવી દીધો હતો.બોફોર્સ કૌભાંડને કારણે રાજીવ ગાંધીની તત્કાલીન સરકારની ભારે ફજેતી થઇ હતી.
તેને તે પછીની ચૂંટણી ( 1989 )માં કોંગ્રેસની હાર માટે જવાબદાર મનાયું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સ્વિડન પ્રવાસ પહેલાં આ સંબંધમાં ખૂલીને વાત કરી હતી. તેમણે એક સ્વિડિશ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું બોફોર્સ કૌભાંડ બાદ ઘણા દિવસો સુધી સંરક્ષણ પ્રધાન રહ્યો હતો. ત્યારે તમામ જનરલોએ માન્યું હતું કે આ અમારી પાસે ઉપલબ્ધ સૌથી સારી તોપ છે. એટલે સુધી કે સેના આજે પણ તેનો ઉપયોગ કરી રહી છે. તો શું તે મીડિયા સ્કેન્ડલ હતુંω તેના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હું નથી જાણતો. હું તેમ કહી પણ નથી રહ્યો. હું આમ કહી રહ્યો છું કે તેને મીડિયા પબ્લિસિટી સ્ટંટ કહેવો વધારે યોગ્ય રહેશે. પ્રણવ 31 મેના રોજ સ્વિડન જવાના છે.
પરિકર-શાહનો ટિપ્પણી કરવાનો ઇનકાર

રાષ્ટ્રપતિના નિવેદન પર સંરક્ષણ પ્રધાન મનોહર પરિકર અને ભાજપ પ્રમુખ અમિત શાહે સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરિકરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના નિવેદન પર હું કોઇ ટિપ્પણી કરવા માગતો નથી. શાહે પણ આ મુદ્દે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...