• Gujarati News
  • Bodo Militants Execute Girl In Chirang District Of Assam

આસામઃ પોલીસની બાતમીદાર હોવાથી ઉગ્રવાદીઓએ કરી છોકરીની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ બોડો ઉગ્રવાદીઓએ આસામનાં ચિરાંગ જિલ્લામાં સલામતી દળોની બાતમીદાર હોવાને કારણે એક છોકરીની હત્યા કરી હતી અને તેનો વીડિયો આજે જાહેર કર્યો છે. સલામતી દળોએ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી)નાં પાંચ ઉગ્રવાદીઓને ઢાળી દેતા તેનો બદલો લેવા છોકરીની હત્યા કરાઇ હતી.
એનડીએફબી દ્વારા છોકરીની હત્યા કરાઇ તે સમયનો હોવાનું જણાવાયેલા આ વીડિયોમાં દેખાય છે કે છોકરી જમીન પર લોહીનાં ખાબોચિયામાં પડેલી છે. ઉગ્રવાદીઓએ આવી જ રીતે વધુ હત્યાઓ કરવાની ધમકી આપી છે અને લોકોને ચેતવવા આ વીડિયો જારી કર્યો છે.
બુધવારે સવારે આસામનાં ચિરાંગ જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં એનડીએફબીનાં સોંગબીજીત જૂથનાં પાંચ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અને આર્મીનાં સંયુક્ત દળોએ વહેલી સવારે આ કાર્યવાહી કરી હતી.