તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકના શરીરમાં ઈજા વગર વહે છે લોહી, મોટી હોસ્પિટલમાં સારવાર માટે નથી પૈસા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુધિયાણાઃ પંજાબમાં લુધિયાણાના ગામ લક્ખોવાલ કલાંના ધર્મ સિંહના 10 વર્ષના પુત્ર બુધ સિંહ રહસ્યમય બીમારીથી પીડાય છે. તેના શરીરના વિવિધ અંગોમાંથી કોઈ પણ પ્રકારની ઈજા વગર લોહી વહ્યા કરે છે. બાળકના પિતાએ જણાવ્યું કે, તેઓ પોતે મજૂરી કરે છે જેથી પુત્રની મોટી હોસ્પિટલોમાં જઈને સારવાર કરાવવા માટે સક્ષમ નથી. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બુધ સિંહના હાથ પર લોહીના નિશાન દેખાય છે. તેણે જણાવ્યું કે, આસપાસના ડોક્ટરો પાસે સારવાર કરાવી પણ હજુ સારું નથી થયું.
જન્મ બાદ સારું હતું, ગત વર્ષે અચાનક પેટમાં દુખાવો થયો અને એક દિવસ પેટ પર જોવા મળ્યા લોહીના નિશાન...

- ધર્મ સિંહે જણાવ્યું કે, તેના જન્મ પછી તેને સારું જ હતું પણ જૂન 2015માં અચાનક તેને પેટમાં દુખાવો થયો.
- તેના પેટનું સ્કેનિંગ પણ કરાવ્યું પણ દુખાવો બંધ ન થયો અને ન તેની બીમારીની જાણ થઈ શકી.
- અચાનક એક દિવસ તેના પેટ પર લોહીના નિશાન જોવા મળ્યા. તેને સાફ કર્યા તો કોઈ ઈજા નહોતી થઈ.
- ત્યારબાદ બુધ સિંહના શરીરમાંથી વિવિધ અંગોમાંથી લોહી વહેવાનું શરૂ થયું હતું.
- જો તેના હાથ પર લોહી સાફ કરીએ તો જીભમાંથી નીકળે છે અને જીભ પરથી જાય તો માથામાંથી નીકળે છે.
- પિતાએ જણાવ્યું કે, તે મજૂરી કરે છે જેથી તેઓ મોટી હોસ્પિટલમાં તેના બાળકની સારવાર નથી કરાવી શકતા. આસપાસના ડોક્ટરો પાસે સારવાર કરાવી પણ સારું થયું નથી.
બીમારીના કારણે સ્કૂલમાં પણ ભયનો માહોલ

- પાંચમાં ધોરણનો વિદ્યાર્થી બુધ સિંહ ગામ લક્ખોવાલની સ્કૂલમાં ભણે છે.
- તેના શરીરમાંથી વિના કોઈ ઈજાએ લોહી નીકળવાની ઘટનાથી તેની સાથે અભ્યાસ કરતા છોકરાઓમાં પણ ભયનો માહોલ છે.
- તેના કારણે બુધ સ્કૂલ નથી જઈ શકતો. તેના પરિવારજનોએ જણાવ્યું કે, આ બીમારીના કારણે તેના બાળકને સ્કૂલે જવાનું બંધ કરાવી દીધું છે.
ડોક્ટરે કહ્યું- લોહી બનાવતા સેલ્સ ઓછા થઈ ગયા હશે, સારવાર શક્ય

- બાળકોનાં નિષ્ણાત એમબીબીએસ ડોક્ટર સુનીલ દત્તે કહ્યું કે, 'આવી બીમારી બહુ ઓછા બાળકોમાં જોવા મળે છે. બાળકની શારીરિક ચકાસણી બાદ સાચી બીમારી સામે આવશે, પરંતુ હાલ જે લક્ષણો સામે આવ્યા છે તેના પ્રમાણે બાળકના શરીરમાં લોહી બનાવતા સેલ્સ ઓછા થઈ ગયા છે. જેને આઈટીપી કહેવામાં આવે છે.'
- તેઓએ કહ્યું કે, 'આ બીમારીની સારવાર શક્ય છે. પરિવારના લોકો કોઈ અંધવિશ્વાસમાં ન માનીને બાળકની ગંભીરતાથી સારવાર કરાવે.'
આગળની સ્લાઈડમાં જુઓ બુધ સિંહના શરીરમાંથી લોહી નીકળતી વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો