તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

INSIDE STORY: બસંલ કરતા હતા મહામૃત્યુંજયના જાપ, પત્ની-દીકરીએ કર્યું હતું ત્યાં જ કર્યું સુસાઈડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: લાંચના આરોપી IAS ઓફિસર બાલકૃષ્ણ બંસલે મંગળવારે તેમના દીકરા સાથે સુસાઈડ કરી લીધું છે. જુલાઈમાં 9 લાખ રૂપિયાની લાંચ લેવામાં તેમની ધરપકડ કર્યા પછી આખો બંસલ પરિવાર વિવિધ મુશ્કેલીઓમાંથી પસાર થયો હતો. જોકે, આ બાપ-દીકરો પણ સુસાઈડ કરી લેશે તેવો કોઈને અંદાજ પણ નહોતો. થોડા દિવસ પહેલાંથી જ બંસલે ઘરમાં મહામૃત્યુંજયના જાપ શરૂ કર્યા હતા. બંસલે પત્નીના અને તેમના દીકરાએ તેની બહેનના રૂમમાં જઈને સુસાઈડ કર્યું હતું.
એક દિવસ પહેલા જ પંડિતને આપ્યા હતા પૈસા, કહ્યું તું 15 દિવસ માટે બહાર જઈએ છીએ

- બંસલના ઘરમાં પૂજા કરાવનાર પંડિત અનુપ પ્રસાદ પાંડેએ જણાવ્યું કે, બંસલ છેલ્લા 15 દિવસથી ઘરમાં ઘણા પૂજા પાઠ કરાવી રહ્યા હતા. તેમણે ઘરમાં મહામૃત્યુંજયના જાપ પણ કરાવ્યા હતા.
- કાલે રાત્રે જ તેમણે મને ઘરે બોલાવ્યો હતો અને 2,100 રૂપિયા આપ્યા હતા. જ્યારે મેં તેમને જણાવ્યું કે હજુ તો જાપ બાકી છે. ત્યારે તેમણે કહ્યું કે કઈ વાંધો નહીં, બાકીના જાપ તમે કરી લેજો. અમે 15 દિવસ માટે બહાર જઈએ છીએ.
ચાર રૂમમાંથી મળી પાંચ સુસાઈડ નોટ

- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસને બંસલના ઘરના ચાર રૂમમાંથી પાંચ સુસાઈટ નોટ મળી આવી છે.
- આ સુસાઈટ નોટમાં સંબંધીઓના ફોન નંબર, બંસલ અને તેમના દીકરાનો ફોટોગ્રાફ અટેચ હતો.
- સુસાઈટ નોટમાં એવુ પણ લખ્યું હતું કે, તેમના પછી તેમની આ પ્રોપર્ટીનું માલિક કોણ હશે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંસલે સુસાઈટ નોટમાં સીબીઆઈ ઓફિસર્સ પરેશના કરતા હોવાનું પણ લખ્યું છે.
નવ લાખની લાંચના આરોપી હતા બંસલ

- પટિલા હાઉસ કોર્ટે બંસલને રૂ. એક લાખના જાત મૂચરકા પર છોડ્યા હતા.
- બંસલે એક ફાર્મા કંપની સાથે જોડાયેલા ટેક્સના વિવાદને દબાવવા માટે રૂ. 50 લાખની માગણી કરી હતી. અંતે તેમાં તેમણે રૂ. 9 લાખની લાંચ લીધી હતી.
- તા. 17મી જુલાઈએ લાંચની રકમ લેતી વખતે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને) તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.
- સીબીઆઈએ દિલ્હીમાં બીકે બંસલના છ નિવાસસ્થાનો તથા મુંબઈ ખાતેના બે નિવાસસ્થાનો પર પણ રેડ કરી હતી.
- રેડ દરમિયાન સીબીઆઈને કેટલીક વાંધાજનક ચીજો ઉપરાંત રૂ. 54 લાખ પણ મળી આવ્યા હતા.
- આ કેસ સંદર્ભે પોલીસે ફાર્મા કંપની વતી દલાલી કરનાર શખ્સ તથા અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી હતી.
- આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર પણ લેવામાં આવ્યા હતા.
- બીકે બંસલ એડિશનલ સેક્રેટરી લેવલના અધિકારી હતા. થોડા સમય અગાઉ જ તેમને ડાયરેક્ટર જનરલનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.

જ્યાં પત્ની અને દીકરીએ સુસાઈડ કર્યું હતું ત્યાં જ બાપ-દીકરાએ કર્યું સુસાઈડ

- બંસલ અને તેમના દીકરો પત્ની અને દીકરીના સુસાઈડપછી ખૂબ જ દુઃખી હતા. યોગેશ હંમેશા ગુમસુમ રહેતો હતો.
- બંસલે કોર્ટ સામે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.
- સોમવારે જ કોર્ટે તેને તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.
- બંસલે તે જ જગ્યાએ સુસાઈડ કરી લીધું જ્યાં તેની પત્ની સત્યબાલાએ સુસાઈડ કર્યું હતું.
- યોગેશે પણ તે જ રૂમમાં આત્મહત્યા કરી જ્યાં તેની બહેન નેહાએ આત્મ હત્યા કરી હતી.
વધુ માહિતી માટે આગળની સ્લાઈડમાં જુઓ ઈન્ફોગ્રાફિક્સ
અન્ય સમાચારો પણ છે...