તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીઃ BJP મહિલાઓ દ્વારા કેજરીવાલનો વિરોધ, પંજાબમાં પોલીસે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. ગુરુવારે સવારે દિલ્હી રેલવે સ્ટેશન પર બીજેપી મહિલા વિંગે તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તો લુધિયાણામાં પણ લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ આપને એન્ટી ઔરત પાર્ટી ગણાવીને વિરોધ કર્યો હતો.
- ગુરુવારે કેજરીવાલ બે દિવસ માટે પંજાબની મુલાકાતે જવા માટે નવી દિલ્હીથી રવાના થયા હતા.
- તેઓ લુધિયાણા પહોંચતા જ તેમનો એક મહિલા ગ્રુપ દ્વારા વિરોધ શરૂ થઈ ગયો હતો. લોકોએ તેમની પાર્ટી વિરુદ્ધ નારેબાજી કરી હતી.
- વિરોધ કરી રહેલા મહિલાઓએ હાથમાં 'એન્ટી ઔરત પાર્ટી'ના પોસ્ટર્સ લીધા છે.
- લુધિયાણા રેલવે સ્ટેશન પર આપને એન્ટી ઔરત પાર્ટી ગણાવીને વિરોધ કર્યો હતો.
- જોકે, અગાઉથી જ લુધિયાણા રેલવે સ્ટેશન પર 30 જેટલા પોલીસકર્મી તહેનાત કરી દેવામાં આવ્યા છે.
દિલ્હી રેલવે સ્ટેશન પર થયો હતો વિરોધ
- આજે સવારે જ્યારે તેઓ દિલ્હી સ્ટેશન પહોંચ્યા ત્યારે બીજેપી મહિલા ગ્રૂપે તેમના વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી.
- બંગડીઓ બતાવીને રસ્તો રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
- દિલ્હી પોલીસની સિક્યુરિટીમાં અરવિંદ કેજરીવાલ ઘણી મુશ્કેલીઓ પછી ત્યાંથી બહાર નીકળી શક્યા અને ટ્રેનમાં બેઠા.
- ટ્રેનમાં બેઠા પછી પણ ઘણી મહિલાઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નારેબાજી ચાલુ રાખી હતી.
- આ દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હોબાળો થઈ ગયો હતો.
સિસોદિયાએ જણાવ્યું, બીજેપી અને દિલ્હી પોલીસનું ષડયંત્ર

- ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદીજીના ઈશારે દિલ્હી પોલીસ અને બીજેપી મળીને અરવિંદ કેજરીવાલ પર હુમલાનું ષડયંત્ર રચી રહી છે? શું આજે સવારની ઘટના રિહર્સલ હતું?
- એક ટ્વિટમાં તેઓએ કહ્યું કે, શું કારણ છે કે ગઈ કાલે સાંજથી દિલ્હી પોલીસના અધિકારીઓએ ચીફ સેક્રેટરી અને સીએમ ઓફિસ દ્વારા સતર્ક કર્યા છતા પણ આવું બન્યું?
- દિલ્હી પોલીસના સ્પોક્સપર્સને ભાસ્કરને જણાવ્યું કે, મુખ્યમંત્રીને પ્રોટોકોલ હેઠળ પૂર્ણ સુરક્ષા આપવામાં આવી હતી.
આશુતોષનાં બ્લોગનો ભારે વિરોધ
- સેક્સ સીડી કાંડમાં ફસાયેલા સંદીપ કુમારનો બચાવ કરી રહેલા આપ નેતા આશુતોષે એક બ્લોગ લખ્યો હતો તેને ભારે વિરોધ થઈ રહ્યો છે.
- આશુતોષે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેઓ NCW(નેશનલ કમિશન ફોર વુમન) જશે અને તેમના બ્લોગ અંગે ચર્ચા કરશે.
કેજરીવાલ બે દિવસના પંજાબ પ્રવાસે
- પંજાબમાં કાર્યકર્તાઓની ફરિયાદ સાંભળવા કેજરીવાલ બે દિવસની પંજાબની યાત્રાએ જઈ રહ્યા છે.
- આજે સવારે રેલવે સ્ટેશન પર બીજેપી મહિલા વિંગે તેમનો ભારે વિરોધ નોંધાવ્યો હતો.
- મહિલાઓએ ધારાસભ્યોની ગેરવર્તણૂક અંગે બોલવા અને આશુતોષને બરતરફ કરવાની માંગણી કરી હતી.
- આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની ત્યારે કેજરીવાલ આ યાત્રા એવા સમયે કરી રહ્યા છે, જ્યારે પંજાબના સંકલનકાર સુચ્ચા સિંહ છોટેપુરને બરતરફ અને જાતીય સતામણીના આરોપો સહિત અન્ય મુદ્દે આપ કથિત મુશ્કેલીનો સામનો કરી રહી છે.
- કેજરીવાલ વધી રહેલો બળવો અને મહિલાઓના ઉત્પીડનના આરોપો વચ્ચે ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકર્તાઓ સહિત અન્ય લોકોને પણ મળશે.
AAPના પૂર્વ મંત્રી સંદીપ કુમારની સેક્સ સીડી આવી છે બહાર

- સંદીપ દિલ્હી સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતા. થોડા દિવસ પહેલાં તેમની સેક્સ સીડી સામે આવી હતી.
- તેમાં બે મહિલાઓ સાથે તે કઢંગી સ્થિતિમાં જોવા મળ્યા હતા. સીડી સામે આવ્યા પછી અરવિંદ કેજરીવાલે તેમને પદ પરથી હટાવી દીધા હતા.
- આ મામલે એક મહિલાએ તેમની સામે રેપનો કેસ પણ દાખલ કર્યો છે. ત્યારપછી શનિવારે સંદીપની ધરપકડ કરી લેવામાં આવી છે.
- મહિલાનો આરોપ છે કે, તેણી રાશન કાર્ડ બનાવડાવવા ગઈ હતી, ત્યારે તેના પીણામાં નશાકારક દ્રવ્ય ભેળવીને કુકર્મ કરવામાં આવ્યું હતું.
પંજાબના નેતા પર જાતીય સતામણીનો આરોપ

- દિલ્હીમાં આપના મંત્રી સંદીપ કુમારનો અશ્લીલ વીડિયો લીક થયા બાદ પંજાબમાં સંગરૂરના ઓબ્ઝર્વર રહેલા વિજય ચૌહાણ જાતીય સતામણીના આરોપમાં લાગ્યો છે.
- સુનામના આમ આદમી પાર્ટીના બે વોલન્ટિયર્સ રવિંદર ઢિલ્લો અને મક્ખન નમોલે મંગળવારે ચંદીગઢમાં એક ઓડિયો ટેપ બહાર પાડી હતી.
- તેમાં કહ્યું કે, 'ચૌહાણે ધૂરીની પાર્ટી ઓફિસમાં કામ કરનારી મેઈડ (પરચૂરણ કામ કરનાર મહિલા) સાથે જાતીય સતામણી કરી છે.'
- 'તેની લેખિત ફરિયાદ પીડિતાનાં પતિએ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહને પણ આપી, પણ 8 મહિના પસાર થયા છત્તા કોઈ કાર્યવાહી થઈ નથી.'
દિલ્હી પોલીસે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર

- દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંજાબના તેમના પાંચ દિવસના પ્રવાસ પર સુરક્ષા પૂરી પાડવા માટે અક્ષમતા વ્યક્ત કરી હતી.
- તેમણે કહ્યું કે, 'તે રાજ્યમાં અધિકાર ક્ષેત્ર નથી.'
- પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 'કેજરીવાલની આ મુસાફરી દરમિયાન પંજાબ પોલીસને તેમને સુરક્ષા આપવા માટે આગ્રહ કર્યો છે.'
- એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'અમે તેમને સુરક્ષા આપવાની ના નથી પાડી. તે પાંચ દિવસ માટે પંજાબ જઈ રહ્યા છે.'
- 'સુરક્ષા નિયમો અનુસાર જો તેઓ કાર કે ટ્રેનથી મુસાફરી કરે છે તો અમારે તે રાજ્યના પહેલા ક્ષેત્ર સુધી પહોંચાડવાના હોય છે અને ત્યારબાદ તે રાજ્યની પોલીસની જવાબદારી હોય છે.'
આગળની સ્લાઈડમાં જુઓ બીજેપી મહિલા વિંગ્સના વિરોધની અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો