તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં અધિકારી સમય પર ઓફિસ આવે નહીં તો એક્શન- BJPએ આપ્યા સંકેત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. ઉત્તર પ્રદેશમાં 19 માર્ચે નવી સરકારનું ગઠન થઈ જશે. તે પહેલા જ બીજેપીએ પોતાનું કડક વલણ દર્શાવી દીધું છે. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે, સોમવારે સમય પર ઓફિસ પહોંચો. આવું નહીં થાય તો તેમની પર એક્શન લેવામાં આવશે. યુપીના ચીફ સેક્રેટરી રાહુલ ભટનાગરે આ નિયમના કડક પાલનને લઈને અધિકારીઓને તાકીદ કરી છે.
 
તમામ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે ઓર્ડર
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ, શુક્રવારે તમામ સેક્રેટરી, પ્રિન્સિપલ અને એડિશનલ સેક્રેટરી અને એડિશનલ ચીફ સેક્રેટરી સહિત ડિપાર્ટમેન્ટના વડાઓને ઓર્ડર મોકલવામાં આવ્યો છે.
- જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવી સરકાર બનવા જઈ રહી છે. સરકારની પોલીસ અને મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદાઓને એક નિયત સમયમાં પૂરા કરવાના છે.
- મને આશા છે કે આપ તમામ (સિનિયર અધિકારી) આ વાતને પોતાના સબોર્ડિનેટ્સને જણાવશો. 20 માર્ચથી સરકારી કર્મચારી સોમવારે સમયસર ઓફિસ પહોંચે અને પોતાની જવાબદારીને સમજી લે.
- તેમાં કોઈપણ પ્રકારની ઢીલાશ થશે તો સીરિયસ એક્શન લેવામાં આવશે.
 
મોદી મિશનને પૂરું કરવામાં લાગ્યા છે અધિકારીઓ
 
- સરકારના ગઠન પહેલા જ અધિકારી મિશન મોદીને પૂરા કરવામાં લાગી ગયા છે. – ભટનાગરે ડિપાર્ટમેન્ટ્સના વડાઓની મીટિંગ લીધી અને હાલ ચાલતી યોજનાઓના અપડેટેડ રિપોર્ટ્સ તૈયાર કરવાનું કહ્યું.
- જોકે અધિકારીઓ એમ પણ માને છે કે અખિલેશ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી અનેક યોજનાઓ જમકે 1.5 કરોડ સ્માર્ટફોન આપવા, સમાજવાદી પેન્શન સ્કીમ, રામ મનોહર લોહિયા આવાસ યોજના અને કન્યા વિદ્યા ધન યોજનાઓનો આગળ અમલ ન થાય.
 
શું છે બીજેપીનો પ્લાન?
 
- નરેન્દ્ર મોદીએ પોતાના કેમ્પેનમાં સ્પષ્ટ કર્યું હતું કે કેબિનેટની પહેલી મીટિંગમાં ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે.
- સાથોસાથ બે અઠવાડિયાની અંદર શેરડીની બાકીની રકમ આપવામાં આવશે અને તમામ કતલખાના બંધ કરી દેવામાં આવશે.
- બીજેપીએ મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે તમામ કામ સમયપર પૂરા કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો