• Gujarati News
  • Congress Leaders Crowd Does Not Match With Modi That He Gets Abroad

મોદી ભાડાના માણસોને લઈ વિદેશ જાય છે : ખુર્શીદ, ભાજપનો સજ્જડ જવાબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોદીના સિડની ખાતેના કાર્યક્રમની તસવીર)

*વિદેશમાં મોદી માટે માણસો એકઠા થાય, તેટલા અહીં કોંગ્રેસની સભામાં પણ નથી થતા
નવીદિલ્હી : સિડની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનઆરઆઈને સંબોધ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેની ઉપર ખુર્શીદે ટિપ્પણી કરી હતી કે, મોદી ભાડાના માણસો લઈને જાય છે. જેનો ભાજપે સજ્જડ જવાબ આપ્યો છે.

ખુર્શીદનો આરોપ

કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના કહેવા પ્રમાણે, મોદી ભારતના લોકોને ભેગા કરીને ભાષણ આપવું સહેલું છે. મોદી તેમની સાથે માણસો લઈ જાય છે? પત્રકારે પુછેલા સવાલના જવાબમાં ખુર્શીદે કહ્યું હતું કે, એરફ્લાઈટની ટિકિટ્સ તેમની વાતને અનુમોદન મળશે. મ્યાનમારની રાજધાનીમાં મોદીના ભાષણને સાંભળવા માટે વીસ હજાર લોકો આવ્યા હતા. હું જ્યારે ત્યાં ગયો હતો, ત્યારે રસ્તા પર કોઈ ભારતીય ન હતું. મોદી તેમને સાથે લઈ ગયા હોય શકે છે

મોદીની વિદેશની સભામાં તમારા કરતા વધુ માણસો- ભાજપ

સોમવારે કેન્દ્ર સરકારના પ્રવક્તા અરૂણ જેટલીએ ખુર્શીદના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. જેટલીએ કહ્યું હતું, "ખુર્શીદની વ્યથા સમજી શકાય તેમ છે. તેમના નેતાની અહીંની સભામાં જેટલા લોકો એકઠા નથી થતા, તેનાથી વધુ લોકો મોદીની વિદેશની સભામાં એકઠા થાય છે. યુપીએ સરકારે વિદેશમાં વસતાં ભારતીયોની અવગણના કરી હતી. આથી એવું માનવું જોઈએ કે બીજા પણ અવગણના કરે?

પત્રકાર અને વિશ્લેષક રાજીવ શર્માના કહેવા પ્રમાણે, મોદીના ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ખાતેના કાર્યક્રમમાં સેંકડો લોકો એકઠા થયા હતા. સિડનીના કાર્યક્રમમાં પણ હજારો લોકો એકઠા થયા હતા. જો ખુર્શીદને લાગતું હોય કે સમર્થકોને લઈ જવાયા હતા. તો તેમણે તથ્યો રજૂ કરીને પડકારવા જોઈએ. તેમના આ પ્રકારના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની છાપ ખરડાઈ શકે છે. વિશેષ કરીને જ્યારે મોદી વિદેશમાં જ છે.

મોદી ખુર્શીદ વચ્ચેનો વાક્જંગ છે પુરાણો. ડાબેરી નેતાએ પણ મુકેલા આવા આરોપો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.