તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુપી : બરેલીની કિસાન રેલીમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથસિંહ તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના બરેલીમાં છે. જ્યાં વડાપ્રધાન મોદી કિસાન સભાને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 દિવસમાં ચોથી કિસાન સભા સંબોધી છે. જેના પર વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, બિહાર-દિલ્હીની ચૂંટણી બાદ પીએમને ખેડૂતો તરફ જોવાની ફરજ પડી છે. બરેલીમાં કિસાન સભાને સંબોધન...
- વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતોકે, ચાલુ વર્ષે એક પણ રાજ્યના મુખ્યપ્રધાને યુરિયાનો ક્વોટા ઓછો પડવાને કારણે મને પત્ર નથી લખવો પડ્યો.
- મોદીએ તમામ રાજ્ય સરકારોને પ્રયોગશીલતા અપનાવવા આહ્વાન કર્યું હતું. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારોને મદદ કરવા તૈયાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક
- મોદીએ યુપી સહિત તમામ રાજ્ય સરકારોને પ્રાથમિક્તામાં ખેડૂતોની સમસ્યાઓને હાથ ધરવા આહ્વાન કર્યું હતું.
- 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થાય ત્યારે દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક વડાપ્રધાન મોદી એ મુક્યો હતો.
- વડાપ્રધાને ખેડૂતોને 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના'નો લાભ લેવા આહ્વાન કર્યું હતું.
- જે ખેડૂતો માટે સુરક્ષા કવચ બની રહેશે.
ખેડૂતો મારા દેશની શાન
- મોદીના કહેવા પ્રમાણે, મનરેગાના નાણા પાણીની યોજનાઓ માટે વાપરવા જોઈએ.
- વડાપ્રધાને નદીઓને જોડવાની યોજના પર પણ ભાર મુક્યો હતો.
- વડાપ્રધાને નાના-નાના બોરીબંધ, ચેક ડેમ તથા સોઈલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓ પર ભાર મુક્યો હતો.
- એક રીતે ખેડૂતો શ્રમના દેવતા છે. તેમને હું આદરપૂર્વક વંદન કરે છે.
- ખેડૂતો મારા દેશની શાન છે.
વિપક્ષે મોદી લગાવ્યો આરોપ
- 10 દિવસમાં વડાપ્રધાન મોદીએ ચોથી કિસાન સભાઓ સંબોધી છે.
- વિપક્ષનો આરોપ છે કે, બિહાર અને દિલ્હીની ચૂંટણીઓ બાદ વડાપ્રધાન મોદીને ખેડૂતો તરફ જોવાની ફરજ પડી છે.
રાજનાથસિંહનું સંબોધન
- કેટલીક અનિચ્છનીય તાકતો ભારત વિરોધી નારા લગાવે છે. ભારતના ટુકડા કરી દેવાની વાત કરે છે.
- દેશના સ્વમાનને બચાવવા માટે સરકાર કટિબદ્ધ છે.
- કોઈ દેશની ઉપર ખરાબ નજર કરીને જોશે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે સરકાર સજ્જ છે.
અન્ય સમાચારો પણ છે...