તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BJP રાજ્યસભાના સભ્ય સિદ્ધુએ પદ પરથી આપ્યું રાજીનામું, આપમાં જોડાય તેવી શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: બીજેપીમાંથી રાજ્યસભાના સભ્ય નવજોત સિદ્ધુએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના ચેરમેને સિદ્ધુના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. તો તેમના પત્ની નવજોત કૌર સિદ્ધુએ પણ MLA પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના પ્રેસિડન્ટે નવજોત કૌરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. માનવામાં આવે છે કે હવે બંને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
AAPમાં પંજાબી ચહેરાના સીએમના ઉમેદવાર બનાવી શકે
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે નવજોત સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
- નવજોત સિંઘ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આગામી વર્ષે પંજાબમાં આવનાર વિધાનસભા ચૂંટણીનો પણ લાભ લે તેવી શક્યતા છે.
- આમ આદમી પાર્ટી પંજાબમાં તેમનો વિસ્તાર વધારવા કોઈ જાણીતા પંજાબી ચહેરાને સીએમ ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી શક્યતા છે.
- આ સંજોગોમાં નવજોત સિંઘ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી વધારે શક્યતાઓ જોવા મળી રહી છે.
રાજીનામું આપ્યા પછી શું કહ્યું સિદ્ધુએ

- મે વડાપ્રધાનના કહેવાથી રાજ્યસભાના સભ્ય પદની જવાબદારી સંભાળી હતી.
- પરંતું હવે તે પદનો મને ભાર લાગતો હોવાથી મે રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
- પંજાબની ભલાઈ માટે મે રાજ્યસભાના પદની સભ્યતા સ્વીકારી હતી.
- બીજેપી છોડવા માટે સાચા-ખોટાનો નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ હતો.
કેટલાય સમયથી સિદ્ધુ પાર્ટીથી હતા નારાજ
- 2014માં લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ અમૃતસર સીટ પરથી સાંસદ સિદ્ધુને ટિકિટ આપી નહોતી. તેમની જગ્યાએ અરુણ જેટલીને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારથી જ સિદ્ધુ પાર્ટીથી નારાજ હોવોની વાત જાણવા મળી છે.
- આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે તેમને મનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
- તેના જ ભાગરૂપે તેમને રાજ્યસભાના સાંસદ પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમણે ત્રણ જ મહિનામાં પાર્ટી સાથેનો છેડો ફાડી દીધો છે.
અકાલી ગઠબંધન વિરુદ્ધ સિદ્ધુ અને તેમની પત્ની

- સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુ પંજાબમાં બીજેપીના ધારાસભ્ય છે. નવજોત કૌર સતત બીજેપીની સહયોગી અકાલી દળ પર પ્રહાર કરતા રહ્યા છે.
- માનવામાં આવે છે કે, બંને પતિ-પત્ની ઈચ્છતા હતા કે બીજેપી વિધાનસભા ચૂંટણીમાં એકલા ભાગ લે અને સિદ્ધુને તેમાં મોટી જવાબદારી આપવામાં આવે.
- નવજોતે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પાર્ટીથી અલગ થવાના સંકેત આપ્યા હતા.
- આ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, અકાલી અને ભાજપા મળીને જ ચૂંટણી લડશે પરંતુ હું અને સિદ્ધુ તેમાં પ્રચાર નહીં કરીએ.
પાર્ટીમાં નજર અંદાજ કરવામાં આવ્યા હોવાથી સિદ્ધુ હતા નારાજ

- સતત 2004થી 2014 સુધી અમૃતસરની સીટ પરથી સાંસદ રહેલા સિદ્ધુને પક્ષ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાથી તેઓ નારાજ હતા.
- નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી આવ્યા પછી તેમનું મહત્વ સતત ઘટતુ રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો