• Gujarati News
  • Bjp Mp Ignores Modis Diktat Appoints Father As Representative

ગુજરાત નથી: મોદીના નિર્દેશને અવગણી સાંસદે કરી પિતાની નિમણૂંક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીના મંત્રીમંડળ પર શોટગનનું શાબ્દિક ફાયરિંગ, પ્રધાનપદ ન મળતા ગિન્નાયા
મોદી વડાપ્રધાન બન્યા, તેને હજૂ એક અઠવાડિયું પણ નથી થયું, ત્યાં તેમને માલૂમ થઈ ગયું હશે કે ગુજરાત પર રાજ કરવું અને દિલ્હીમાં રાજ કરવું અલગ-અલગ બાબત છે. ગુજરાતમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો હતો, જ્યારે દિલ્હીમાં મોદીના નિર્દેશોના છોતરાં ઉડતાં જોવા મળી રહ્યાં છે. મોદીએ સલાહ આપી હતી કે, પ્રધાનો અને સાંસદોએ તેમના સ્ટાફમાં પરિવારજનો તથા સંબંધીઓને ન રાખવા. પરંતુ તેમના આ નિર્દેશને બારાબંકીથી સાંસદે અવગણના કરી છે. બીજી બાજુ, શત્રુઘ્નસિંહાના સૂર પણ બળવાખોર બન્યા છે.
પિતાને બનાવ્યા પ્રતિનિધિ
યુપીના બારાબંકીથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પ્રિયંકાસિંહ રાવતે તેમના વહીવટી અને ક્ષેત્રના કામો માટે તેમના જ પિતાને પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે અને મોદીના આદેશોની સદંતર અવગણના કરી છે. રાવતનો તર્ક છે કે તેણી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહેવા માંગતી હતી, એટલે આમ કર્યું છે. જે દિવસે મોદીએ શપથ લીધા, તે દિવસે જ પ્રિયંકાએ સર્ક્યુલર બહાર પાડીને નિયુક્તિ કરી હતી. એટલું જ નહીં, આ સર્ક્યુલર બારાબંકીના તમામ સરકારી વિભાગોના વડાઓ, કલેક્ટર તથા પોલીસ અધિકારીને પણ મોકલવામાં આવ્યો છે.

પ્રિયંકાના પતિ સરકારી અધિકારી છે. પ્રિયંકાએ બારાબંકીમાં કોંગ્રેસના દિગ્ગજ દલિત નેતા પીએલ પુનિયાને હરાવ્યા હતા. મોદીએ પ્રથમ કેબિનેટ બાદ જ પ્રધાનો અને સાંસદોને કહ્યું હતું કે, તેઓ ભાઈ-ભત્રીજાવાદથી દૂર રહે અને સ્ટાફમાં નજીકના પરિવારજન કે સંબંધીને નિયુક્ત ન કરે.
પ્રિયંકાનો જવાબ અને તર્ક વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો