તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહાર ભાજપના નેતાએ ટ્રેનમાં સુતી યુવતીની છેડતી કરી, થઈ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ બિહારના વિધાનપરિષદના સભ્ય અને ભાજપના નેતા ટુન્ના પાંડેની ધરપકડ કરવામાં આવી છે. ટુન્ના પર એક સગીરાએ આરોપ લગાવ્યો છે કે, તે જ્યારે સૂતી હતી ત્યારે ટુન્નાએ તેની છેડતી કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ભાજપે ટુન્ના સસ્પેન્ડ કરી દીધા હતા. પાંડેએ તેમની ઉપરના આરોપોને નકારી કાઢ્યા હતા. ટુન્નાને 6 ઓગસ્ટ સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
બળજબરીપૂર્વક બાથરુમમાં લઈ જવાનો કર્યો પ્રયાસ
- પાંડે કોલકાતાથી ગોરખપુર જતી પૂર્વાંચલ એક્સપ્રેસના એસી કોચ (એ1)માં મુસાફરી કરી રહ્યાં હતા.
- 12 વર્ષીય બાળકી પોતાના પરિવારજનો સાથે ગોરખપુર જઈ રહી હતી. ટુન્ના દુર્ગાપુરથી ટ્રેનમાં બેઠા હતા.
- સંજય સિંહ (જીઆરપી,હાજીપુર)એ જણાવ્યું કે, આ મામલે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે. ટુન્નાએ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી.
- સંજય સિંહે જણાવ્યું કે, સગીરા તેની બર્થ પર સુઈ રહી હતી. તે સમયે ટુન્નાએ તેની છેડતી કરી અને તેઓએ સગીરાને બળજબરીપૂર્વક બાથરુમમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
- સગીરા સાથે છેડતીનો પ્રયાસ થવા પર પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
- ટુન્નાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તા. 6 ઓગસ્ટ સુધી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
- આ મામલે ટુન્નાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે,‘હું તો મારું ચાર્જર નીકાળી રહ્યો હતો. ત્યાં કોઈ યુવક કે યુવતી ઉંઘી રહ્યું છે, તેની પણ મને ખબર નહોતી.’
- પોલીસે જણાવ્યું કે, સગીરાના પિતા થાઈલેન્ડમાં બિઝનેસ કરે છે.
- આ મામલે જેડીયુ (જનતા દળ યુનાઈટેડના) કે.સી.ત્યાગીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,‘આ શરમજનક ઘટના છે. તેને જરાય ચલાવી ન લેવાય.’
પાર્ટીમાંથી હાંકી કઢાયા
- ટુન્ના ભાજપના બે ટર્મથી એમએલસી (મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ) છે અને પ્રદેશના મોટા દારુના વેપારી રહી ચૂક્યા છે. પાર્ટીમાં તેમનું મહત્વ પણ વધારે છે.
- ગત વિધાનસભા ચૂંટણીમાં ટુન્નાએ પોતાના ભાઈ બચ્ચા પાંડેને બડહરિયાથી ટિકિટ અપાવી હતી પણ તે હારી ગયા હતા.
- પાંડે સિવાનના છે, પરંતુ મોટાભાગે ગોરખપુરમાં રહે છે.
- આ ઘટના બહાર આવતાં જ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
- પાંડેએ બે વર્ષ અગાઉ સારણના ડીઆઈજી (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) પર 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો હતો.
- તે પછી અલોક કુમારને તેમના મૂળ કેડરમાં જમ્મુ-કાશ્મીર પરત મોકલાયા હતા અને તપાસ શરુ કરી દીધી હતી.
(આગળની સ્લાઈડ્માં જુઓ સંબંધિત તસવીર.....)
અન્ય સમાચારો પણ છે...