તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે ફ્લેક્સી ફેરઃ 5 રાજ્યોની ચૂંટણીમાં હારના ડરથી BJP પરત લઈ શકે છે નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. 71 રુટ પર રાજધાની, શતાબ્દી અને દુરંતોની 142 ટ્રેનોમાં ફ્લેક્સી ભાડુ લાગુ કરવાને લઈને ચારે તરફથી ટીકાઓનો સામનો કરી રહેલી મોદી સરકાર આ નિર્ણયને પરત લઈ શકે છે. સૂત્રો મુજબ, કેન્દ્રના આ પગલા સામે વિપક્ષ જ નહીં પરંતુ પાર્ટીમાંથી જ વિરોધનો સૂર ઊભો થયો છે. રેલવેના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે, રેલ મંત્રી સુરેશ પ્રભુએ આ નિર્ણય રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાના વિરોધ હોવા છતાંય લીધો હતો કારણ કે રેલવેને તે દ્વારા 500 કરોડની રેવન્યૂ મળી શકે છે.
શું છે મામલો? કેવી રીતે વધારવામાં આવ્યું ભાડું?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રેલ રાજ્યમંત્રી સિન્હાએ કહ્યું હતું કે, ફ્લેક્સી ભાડાની અસર મિડલ ક્લાસ પર પડશે જેના કારણે આગામી થોડા મહિનામાં યોજાનારી પાંચ રાજ્યોની ચૂંટણીમાં બીજેપીને ભોગવવું પડી શકે છે.
- મળતી માહિતી મુજબ પ્રભુએ સિન્હાના વિરોધને રદબાતલ કરી દીધો હતો. ત્યારબાદ સિન્હાએ આ મુદ્દો પીએમઓ અને બીજેપી ચીફ અમિત શાહ સામે ઉઠાવ્યો હતો.
- સૂત્રોએ કહ્યું કે, ત્યારબાદ શાહે આ નિર્ણયથી થનારા લાભ-નુકસાન વિશે સુરેશ પ્રભુ સાથે વાતચીત કરી હતી.
- પ્રભુએ દાવો કર્યો હતો કે આ નિર્ણયથી રેલવેને 500 કરોડ રૂપિયાનો કમાણી થશે. પરંતુ શહે સ્પષ્ટ કરી દીધું કે 500 કરોડ રૂપિયા માટે બીજેપી મિડલ ક્લાસની નારાજગી ઉઠાવવાનું જોખમ ન લઈ શકે, તે પણ એવા સમયે જ્યારે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
તો ક્યાં સુધીમાં ચાલુ રહેશે ફ્લેક્સી ફેર?
- સૂત્રો મુજબ, ફ્લેક્સી ફેર હાલ થોડા દિવસો માટે ચાલુ રહેશે. સમસ્યા એ છે કે બંને નિર્ણય માત્ર અધિકારીઓ દ્વારા મળેલી જાણકારીના આધારે લેવામાં આવ્યા છે. તેમાં રાજકીય નફા-નુકસાનનું આકલન નહોતું કરવામાં આવ્યું.
- બીજેપી રેલ મંત્રી પ્રભુના નિર્ણયને પરત લેવાનો આદેશ આપી ચૂકી છે. પરંતુ તેની જાહેરાત માત્ર એટલા માટે નથી કરવામાં આવી જેથી એ સંદેશ ન ચાલ્યો જાય કે સરકારને વિપક્ષના વિરોધ સામે ઝૂકવું પડ્યું છે.
ઉદાહરણ સાથે સમજો, કેવી રીતે વધ્યું ભાડું

- પહેલા દિલ્હી-મુંબઈ રાજધાનીનું બેઝિક ભાડું 1628 રૂપિયા હતું. કુલ ભાડું 2085 રૂપિયા થતું હતું.
- ફ્લેક્સી પ્રાઈસિંગ સિસ્ટમ લાગુ થયા બાદ દરેક 10% સીટો બુક થયા બાદ બેસિક ફેર 10% વધવા લાગે.
- માની લો કે, દિલ્હી-રાજધાનીમાં III ACમાં કુલ 1000 સીટો છે તો શરૂઆતની 10 સીટોનું ભાડું 2085 રૂપિયા જ રહેશે.
- ત્યારબાદની 10% સીટો માટે આપને બેઝિક ફેર 1628નું 10% વધારે એટલે કે 163 રૂપિયા આપવા પડશે. તેથી કુલ ભાડું 2248 રૂપિયા થઈ જશે.
- 40% એટલે કે 40 સીટો બુક થવા સુધી બેઝિક ફેર તેવી જ રીતે 10% વધતું રહેશે.
- 40 સીટો બુક થયા બાદ એટલે કે 41થી 100 નંબરની સીટ સુધી ભાડું 1.4 ગણું થઈ લાગશે. એટલે કે છેલ્લી 60 સીટો માટે 2737 રૂપિયા આપવા પડશે.
- I AC અને એક્ઝિક્યુટિવ ક્લાસને ફ્લેક્સી પ્રાઈસિંગથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે આ બંને ક્લાસમાં પહેલા જેટલું જ ભાડું થશે.
કેટલી ટ્રેનોમાં મોંઘી થશે મુસાફરી?
- 71 રુટ પર અપ એન્ડ ડાઉન 54 દુરંતો, 42 રાજધાની અને 46 શતાબ્દી એક્સપ્રેસ એટલે કે 142 ટ્રેનો પર ફ્લેક્સી ફેર સિસ્ટમથી અસર પડશે.
ફ્લેક્સી ફેરથી કેવી રીતે અને કેટલું વધ્યું ભાડું તે જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો