તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ચૂંટવા ભાજપે સમિતિની રચના કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષે રણનીતિ પર મંથન ઝડપી કર્યુ છે. જોકે અત્યાર સુધી કોઈએ ઉમેદવારની જાહેરાત કરી નથી. સત્તારૂઢ ગઠબંધનનો ઉમેદવાર ચૂંટવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. તેમાં ત્રણ કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહ, વેંકૈયા નાયડુ અને અરુણ જેટલી સામેલ છે. ઉમેદવારને ચૂંટવા માટે સમિતિ એનડીએના સાથી પક્ષો સાથે ચર્ચા કરશે. 

બીજી બાજુ કોંગ્રેસે પણ વિપક્ષને એકમંચ પર લાવવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણી પર ચર્ચા માટે ચાલુ મહિને વિપક્ષના 10 સભ્યોના ઉપસમૂહની રચના કરી હતી. વિપક્ષના એક નેતાએ જણાવ્યું કે 14 જૂનથી તેની ઔપચારિક બેઠકો શરૂ થશે. ઉપસમૂહમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને મલ્લિકાઅર્જુન ખડગે, જદયુ નેતા શરદ યાદવ, રાજદ નેતા લાલુપ્રસાદ યાદવ, સીપીઆઈ નેતા સીતારામ યેચૂરી, ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, બસપા નેતા સતીશચંદ્ર મિશ્રા, ડીએમકે નેતા આર.એસ. ભારતી અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ સામેલ છે. 
 
ભાજપનું પલ્લું ભારે છતાં પ્રયાસો ચાલુ

રાષ્ટ્રપતિપદ માટે એનડીએ વતી અનેક નામો ચર્ચામાં છે. સત્તાધારી પક્ષ પાસે ટીઆરએસ અને જગનરેડ્ડીની પાર્ટીનો સમર્થન છે. જોકે વિધાનસભા ચૂંટણીમાં યુપી, ઉત્તરાખંડમાં સારા વિજયને કારણે પણ ભાજપને ફાયદો મળે તેવી આશા છે. એનડીએનું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.
અન્ય સમાચારો પણ છે...