તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BJP-LJP જોડાણ અને મોદી ક્યાંથી લડશે ચૂંટણી, આ પ્રશ્નો પરથી ઉઠી શકે છે આજે પડદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપા માટે આજનો દિવસ ઘણો મહત્વનો અને હલચલોથી ભરપૂર રહેવાનો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે આજે પક્ષની બેઠક થવાની છે. સંસદીય બોર્ડની આ બેઠકમાં બધા જ વરિષ્ઠ નેતાઓ સિવાય પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. બેઠકમાં મોદીની લોકસભા સીટ માટે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

બીજી તરફ એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન આજે મોદીને મળે તેવી સંભાવના છે. પાસવાને ભાજપા સાથે ગઠબંધન કરવાના સંકેત આપ્યા છે. જો કે, આ વાતને લઈને પાસવાનના પક્ષમાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. બિહારથી એલજેપીના એક માત્ર વિધાયકે આ મુદ્દે પાર્ટી છોડી દીધી છે.

આ બધા જ ઘટનાક્રમ વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદંબિકા પાલ આજે ભાજપામાં જોડાય શકે છે. તે ઉત્તર પ્રદેશના ડુમરિયામાંથી કોંગ્રેસના સાંસદ છે. પાલ 1998માં ત્રણ દિવસ માટે યુપીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ભાજપાનો એક વર્ગ એવો પણ છે કે, જે જગદંબિકા પાલને પોતાના પક્ષમાં લેવાના વિરોધમાં છે.

આગળ વાંચો: કોંગ્રેસે લોકસભા ટિકિટ માટે 28મી સુધી મંગાવ્યા આવેદન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો