તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશઃ ભાજપ નેતાએ કહ્યું- માયાવતી પ્રોસ્ટીટ્યૂટથી પણ ખરાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશ બીજેપી નેતા દયાશંકર સિંહે માયાવતી પર કરેલા વિવાદિત નિવેદન મામલે 24 કલાકમાં જ પાર્ટીએ તેમને ઉપાધ્યક્ષ પદેથી હટાવી લીધા છે. દયાશંકરે બસપા સુપ્રીમો અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને લઈને એક વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો. બીજેપી તરફથી અરુણ જેટલીએ વ્યક્તિગત રીતે માફી માંગી હતી. માયાવતીએ તેમના રિએક્શનમાં રાજ્યસભામાં કહ્યું હતુ કે, 'મને જણાવવામાં નથી આવ્યું કે, તેણે(બીજેપી નેતા દયાશંકરે) શું કહ્યું. પરંતુ જે કહ્યું છે. તે મને નહીં તેની માતા-બહેન-પુત્રી વિશે કહ્યું છે. દેશ અને દલિત વર્ગના લોકો માફ નહીં કરે.' આ હોબાળા બાદ રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
ઉત્સાહમાં માયાવતીની સરખામણી પ્રોસ્ટિટ્યુટ સાથે કરી દીધી
- પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા બાદ મઉ પહોંચેલા દયાશંકર સિંહે ઉત્સાહમાં આવીને માયાવતીની સરખામણી પ્રોસ્ટિટ્યુટ સાથે કરી દીધી હતી.
- તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'માયાવતીજી ટિકિટની વહેચણી કરી રહી છે, એક પ્રોસ્ટિટ્યુટ પણ જો કોઈ પુરુષ સાથે કોન્ટ્રાક્ટ કરે છે તો તે તેને પૂરો કરે છે, પરંતુ માયાવતી તેનાથી પણ ખરાબ છે.'
- વિવાદિત નિવેદનથી મચેલા હોબાળા બાદ ઉત્તર પ્રદેશ બીજેપીના ઉપાધ્યક્ષ પદેથી દયાશંકર સિંહને હટાવવામાં આવ્યા હતા.
- આ હોબાળા બાદ રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
- જો કે બાદમાં બીજેપી ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે પણ બસપા સુપ્રીમો માયાવતીની માંફી માંગી લીધી હતી.
માયાવતીએ કહ્યું હતું- બીજેપી એક્શન લે
- રાજ્યસભામાં માયાવતીએ કહ્યું હતું કે, 'જે મૂડીવાદી માનસિકતાના લોકો છે તેમને એ નથી ગમી રહ્યું. જ્યારે મારો જન્મદિવસ હોય છે 15 જાન્યુઆરીએ. બહુજન સમાજના લોકો તેને 'આર્થિક સહયોગ દિવસ' તરીકે મનાવે છે. મને દાગીના, સોનું-ચાંદી ન આપો. પાર્ટીને આર્થિક સહયોગ આપો.'
- 'યુપીમાં ચૂંટણી માટે થોડા દિવસો બાકી છે. પરંતુ ત્યાં બીજેપી છે. તેને આવું નથી ગમી રહ્યું. એટલા માટે પાર્ટીના ઉપાધ્યક્ષે આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.'
- 'મારી વિરુદ્ધ જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું નથી જાણતી. મને નથી જણાવવામાં આવ્યું. પરંતુ કંઈક ખરાબ જ હશે તેના જ કારણે મારા સહયોગી નેતાઓ મને કંઈ નથી જણાવી રહ્યા.'
- 'પરંતુ મારું એ કહેવું છે કે, દલિત વર્ગની દીકરી, હું ચાર વખત સીએમ રહી છું, હું લોકસભામાં રહી છું. મારો અત્યાર સુધીનો રેકોર્ડ પણ સારો રહ્યો છે.'
- 'આજ સુધી હું મારા ભાષણના નાના-મોટા કોઈ પણ નેતાને અપશબ્દ બોલી નથી.'
- 'વિચારોની લડત હોય છે. વિચારધારાને લઈને પ્રહાર કરવામાં આવે છે. કેરેક્ટર પર કોઈને કંઈ નથી કહ્યું. સમગ્ર દેશ આ વાતથી વાકેફ છે. લોકો કહે છે કે મારે બોલવું જોઈએ.'
- 'જે બોલ્યા છે તેને મને નહીં પણ તેઓ પોતાની બહેન-પુત્રી વિશે બોલ્યા છે. દેશ અને દલિત વર્ગના લોકો માફ નહીં કરે.'
- બીજી બાજુ, બસપા નેતા સતીશચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે, તત્કાળ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરીને દયાશંકરની ધરપકડ કરવી જોઈએ.
- ગુજરાત સળગી રહ્યું છે, ત્યારે દેશભરમાં દલિતોનો આક્રોશ ફાટી નીકળે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તો તેના માટે બહેન માયાવતી જવાબદાર નહીં હોય.
'માયાવતી પૈસા વધારે આપનારને ટિકિટ આપી દે છે.'
- પ્રદેશ ઉપાધ્યક્ષ ચૂંટાયા પછી મંગળવારે દયાશંકર સિંહ મઊ પહોંચ્યા હતા.
- અહીંયા પાર્ટી કાર્યાલયમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. શું કહ્યું હતું દયાશંકરે?
- દયાશંકર સિંહે કહ્યું કે, 'માયાવતીનું અસ્તિત્વ પૂર્ણ થઈ રહ્યું છે. કાંશીરામજીએ જે સપનું જોયું હતું તેને માયાવતીજી વિખેરી રહી છે.'
- 'આજે ટિકિટોનું એ પ્રકારે વેચાણ કરી રહી છે જાણે એક પ્રોસ્ટિટ્યુટ ડીલ કરે છે.'
- 'ત્રણ-ત્રણ વારની મુખ્યમંત્રી કોઈને એક કરોડમાં ટિકિટ આપે છે, એક કલાક બાદ કોઈ બે કરોડ આપે છે તો તેને પણ આપી દે છે. સાંજે કોઈ ત્રણ કરોડ આપે છે તો તેની ટિકિટ આપી દે છે. એક પ્રોસ્ટિટ્યુટ તો ઓછામાં ઓછા પૈસા મેળવ્યા બાદ તેનું વચન પૂર્ણ કરે છે.'
- 'માયાવતીજી પ્રોસ્ટિટ્યુટથી પણ ખરાબ ચારિત્ર્યની થઈ ગઈ છે. લોકસભામાં પણ એક સીટ ન્હોતી મળી. વિધાનસભામાં પણ આંચકો સહન કરવો પડશે.'
શું કહ્યું પ્રદેશ બીજેપી અધ્યક્ષે?

- બીજેપી અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ આ નિવદેન પર માફી માંગી લીધી હતી.
- તેમણે કહ્યું હતું કે, મને નથી ખબર તેને શું કહ્યું. જો કોઈ વાંધાજનક જાણવા મળશે તો તેના પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
- રાજ્યસભામાં ચર્ચા દરમિયાન નાણાપ્રધાન અરૂણ જેટલીએ પાર્ટી તથા વ્યક્તિગત રીતે માયાવતીની માફી માંગી હતી.
- ઉલ્લેખનીય છે કે, માયાવતી પર આ આરોપ નવા નથી. આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્ય પણ માયાવતી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
- તેઓએ માયાવતીને 'દૌલત કી પુત્રી' કહ્યાં હતાં. 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો