તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bjp Leader Behind CD Of Finance Minister Of MP Who Had To Resign From Post

...તો આવી રીતે બની હતી મ.પ્રના નાણામંત્રીની સેક્સ સીડી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્ય પ્રદેશના નાણામંત્રી રાઘવજીને પોતાના જ ઘરમાં રહેતા યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય અંગેની સીડીને લીધે રાજીનામું આપવાના ફરજ પડી છે. સેક્સ સીડી માટે આમ તો બધા કોંગ્રેસ તરફ અંગુલીનિર્દેશ કરી રહ્યા છે, પરંતુ તેના માટે કોઈ નહીં પણ ભાજપના નેતા શિવશંકર પટેરિયાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. પટેરિયા રાજ્યમાં ઊમા ભારતી મુખ્યમંત્રી હતા ત્યારે વન વિકાસ નિગમના ચેરમેન હતા.

પટેરિયા રાઘવજીના કટ્ટર સમર્થક હતા, પરંતુ રાજ્યના હવે માજી થયેલા આ નાણામંત્રી રાઘવજી તેમને કોઈ ભાવ આપતાં ન હતા. આથી તેમણે રાઘવજીની સેક્સ સીડી બનાવી તેમને ખુલ્લા પાડી દીધા. પટેરિયાએ રાઘવજીના ઘરમાં રહેતા યુવકનો સંપર્ક કર્યો અને તેના માટે કેમેરાની પણ વ્યવસ્થા કરી આપી.

થોડા દિવસ અગાઉ પટેરિયાને રાઘવજીની ઓફિસમાં ફરજ બજાવતાં એસડી રિછારિયા સાથે રકઝક થઈ હતી. રિછારિયાએ તેમને જાહેરમાં ઉતારી પાડ્યા ત્યારથી પટેરિયા રોષે ભરાયેલા હતા.

અગાઉ પણ સીડીએ દેખા દીધી હતી

અગાઉ પણ રાઘવજીના નામ સાથે એક સીડીએ રાજકારણમાં દેખા દીધી હતી પરંતુ નક્કર પુરાવા ન મળતા મામલો દબાઈ ગયો હતો.

ન્યાય માટે લડી લઈશ

પીડિત યુવકે જણાવ્યું હતું કે રાઘવજીએ નોકરી આપવાને કારણે મારી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા હતા. તેઓ નાણાપ્રધાન હોવાથી હું બોલતા ડરતો હતો, પરંતુ હવે શાંત નહીં રહું. રાઘવજીને સજા થાય તે માટે કાનૂની લડત શરૂ કરીશ.

તબીબી તપાસ કરાશે

રાજ્યના ડીઆઈજીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ એફિડેવિટની નકલ આપી હતી. તેને અસલ એફિડેવિટ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારપછી તે અસલ એફિડેવિટ લેવા ગયો હતો, પરંતુ પાછો ફર્યો જ નથી. હવે પોલીસ તેના ઘરે જશે અને તે સંમત થશે તો તેની તબીબી તપાસ પણ કરાશે.

આગળ વાંચોઃ શું કહે છે રાઘવજીની પત્ની?