તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BJP ઝારખંડ પ્રભારી ત્રિવેન્દ્ર બનશે ઉત્તરાખંડ CM, આજે પસંદ થશે વિધાયક દળના નેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેહરાદૂન/રાંચીઃ ઝારખંડ બીજેપીના ઈન્ચાર્જ ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉત્તરાખંડના સીએમ બનશે. તેઓ 18 માર્ચે શપથ લેશે. શુક્રવારે ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. દેહરાદૂનની ડોઈવાલા વિધાનસભા સીટથી તેમણે આ વખતે કોંગ્રેસના સીનિયર લીડર હીરા સિંહ બિષ્ટને 24,869 વોટથી હરાવ્યા છે. તેઓ ઉત્તરાખંડની કૃષિ મંત્રી રહી ચૂક્યા છે.
 
સંઘે લગાવી નામ પર મહોર
 
- બીજેપીના નેશનલ સેક્રેટરી અને જર્નાલિસ્ટ રહી ચૂકેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નજીકના પણ છે.
- સંઘના પ્રદેશ એકમે પણ રાવતના નામ પર મહોર લગાવી દીધી છે. 2014માં ઝારખંડના ઈન્ચાર્જ બન્યા બાદ તેમના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની પૂર્ણ બહુમતથી સરકાર બની હતી.
- ઉલ્લેખનીય છે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને 70માંથી 57 સીટ જીતી હતી.
 
નવી સરકારનો કાલે શપશ ગ્રહણ સમારોહ
 
- નવી સરકારનો શપશ ગ્રહણ સમારોહ 18 માર્ચે સાંજે 3 વાગે પરેડ ગ્રાઉન્ડમાં થશે. જેમાં મોદી અને અમિત શાહ હાજર રહેવાની શક્યતા છે.
- દેશના અનેક રાજ્યોના સીએમની સાથે અન્ય અગ્રણી પાર્ટીના નેતા પણ સમારોહમાં સામેલ થવાની શક્યતા છે.
 
ઉત્તરાખંડ CM માટે આ ચહેરાઓ હતા ચર્ચામાં
 
પંતનું નામ સૌથી આગળ
 
- ભૂતપૂર્વ મંત્રી પ્રકાશ પંતનું નામ સીએમની પોસ્ટ માટે સૌથી આગળ હતું.
- એક સિનિયર બીજેપી લીડરે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું, “પરિબળો પંતની તરફેણમાં છે. તેઓ પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને મિનિસ્ટ્રિયલ અને લેજિસ્લેટિવ એક્સપિરિયન્સ પણ ધરાવે છે.”
- પિથોરાગઢથી ધારાસભ્ય એવા પંત પહેલા ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર હતા. તેમની પાસે પ્રવાસન, કલ્ચર અને પાર્લામેન્ટરી અફેર્સ જેવા મંત્રાલયો પણ રહ્યા છે.
 
સતપાલ મહારાજ પણ રેસમાં સામેલ
 
- ચૌબટ્ટાખલથી ધારાસભ્ય સતપાલ મહારાજ પણ આ રેસમાં સામેલ છે. જોકે આ બાબતની શક્યતાઓ ઓછી જ છે, કારણકે તેઓ પાર્ટીમાં નવા છે. 2014માં સતપાલ મહારાજ બીજેપીમાં જોડાયા હતા.
 
ચર્ચામાં ત્રણ ભૂતપૂર્વ સીએમ અને એમપી
 
- પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે ત્રણ ભૂતપૂર્વ સીએમ અને સાંસદ પણ સીએમની પોસ્ટ માટે ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ, પાર્ટી ઇચ્છતી નથી કે સાંસદોને ડિસ્ટર્બ કરવામાં આવે. ટોચના નેતાઓનું માનવું છે કે કોઇ ધારાસભ્યને સીએમ બનાવવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...