નવી દિલ્હી. ગુજરાત બીજેપીની આઈટી સેલના એક મેમ્બરે વિવાદિત ટ્વીટ કર્યું છે. જૂનાગઢ યૂનિટમાં કામ કરનારા સંજય રાઠોડે ટ્વિટમાં કહ્યુ છે, વિરોધ કરી રહેલા સ્ટુડન્ટ્સ અને ટીચર્સને ગોળી મારી દેવી જોઈએ, ચેપ્ટર ક્લોઝ થઈ જશે. તેને વેકઅપ ઈન્ડિયા પર હેશટેગ ટ્વિટ કરવામાં આવ્યું હતું.
વિરોધીઓની સરખામણી કૂતરાઓ સાથે કરી
- સંજય રાઠોડે આ ટ્વિટ મંગળવારે કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે, દેશદ્રોહી જેએનયુ સ્ટુડન્ટસ અને પ્રોફેસર્સને ગોળી મારી દેવી જોઈએ. આ ચેપ્ટર જ પૂરું થઈ જશે. પરંતુ તકલીફ એ છે કે આપણી સરકાર કૂતરાઓને પણ મારવાની પરવાનગી નથી આપતી #WakeUpIndia”
- જોકે, ત્યારબાદ સંજયે આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે દિલ્હી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી હતી જેણે દેશદ્રોહના આરોપી અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયન લિડર કન્હૈયા કુમાર પર ઈનામ જાહેર કર્યું હતું.
સંજયે બીજું શું લખ્યું હતું?
- ગોળી મારવાની સલાહ આપ્યા પહેલા ૩૫ વર્ષના રાઠોડે ટ્વિટ કર્યું હતું કે, ભારતના લોકો જાગી જાઓ, નહીં તો બહુ મોડું થઈ જશે. અનેક મોટી તાકાતો છે જે દેશને તોડવા ઈચ્છે છે. તે એન્ટી નેશનલ લોકોને ફંડિંગ કરવાની સાથે મીડિયાને પણ પૈસા આપી રહી છે.
- વધુ એક ટ્વીટને હિન્દીમાં કરવામાં આવ્યું હતું. રાઠોડે લખ્યું હતું કે, કાલથી જે ૧૦ આતંકવાદી ગુજરાતમાં ઘૂસ્યા છે. તેમાંથો કોણ કોનો દીકરો, દીકરી, વહુ છે તે અત્યારથી જ નક્કી થઈ જવું જોઈએ. પાછળથી ઈશરત જહાં જેવું લફડું ન જોઈએ.
પાછળ હટવાની તૈયારી નથી
- અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સંજયે કહ્યુ કે, બીજેપીનો સભ્ય હોવાના છતાં મને મારો અભિપ્રાય આપવાનો હક છે. તે પાર્ટીથી અલગ પણ હોઈ શકે છે. હું એ લોકોનું પણ સમર્થન કરું છું જેઓ મારી જેમ વિચારે છે.
- ટ્વીટર પર રાઠોડના ૧.૧૯ લાખ ફોલોઅર્સ છે. જેમાં ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ગોવિંદ પટેલનો પણ સમાવેશ થાય છે.
- સંજયે પ્રોફાઈલમાં પોતાને સોશિયલ મીડિયા એક્સપર્ટ અને ગુજરાતી ટીવીનો ડાયરેક્ટર ગણાવ્યો છે. આ પ્રોફાઈલમાં તેઓએ પોતાને બીજેપી જૂનાગઢ યૂનિટના આઈટી સેલનો સભ્ય અને ભારતીય જનતા યુવા મોર્ચાનો એક્ટિવ મેમ્બર ગણાવ્યો છે.
- તેમના હોમપેજ પર બે ફોટોગ્રાફમાં તેઓ નરેન્દ્ર મોદી સાથે નજરે પડે છે. ગુજરાત સરકારે ૨૦૧૨માં સૌથી મોટા ફેસબુક ગ્રૂપ (૧૬ લાખ મેમ્બર્સ) બનાવવા માટે તેમને એવોર્ડ પણ આપ્યો હતો.
- રાઠોડ ૧૨ ધોરણ સુધી ભણેલા છે. તેમના જણાવ્યા મુજબ, મને અંગ્રેજી બહુ નથી આવડતી. બે લોકો મારા વતી ટ્વિટર એકાઉન્ટનો ઉપયોગ કરે છે. જેએનયુ પર વિવાદિત ટ્વિટ તે પૈકી જ એક વ્યક્તિએ કર્યું છે. પરંતુ તેમાં જે લખવામાં આવ્યું છે તેનું હું સમર્થન કરું છું.
- તેઓએ કહ્યુ, જો કોઈને દુઃખ થયું હોય તો હું ટ્વિટ ડિલીટ કરી દઉં છું. ત્યારબાદ ટ્વિટ ડિલીટ પણ કરી દેવામાં આવ્યા હતા.
આગળ જુઓ, સંજય રાઠોડ દ્વારા કરવામાં આવેલું વિવાદાસ્પદ ટ્વીટ...