તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં 25 વર્ષોમાં પહેલા જેટલા ધારાસભ્યો કોંગ્રેસના હતા, તેટલા હવે બીજેપી પાસે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં બીજેપીના ભવ્ય વિજયે છેલ્લા 25 વર્ષના રાજકારણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બીજેપી પાસે દેશભરમાં સૌથી વધુ 1382 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 813 ધારાસભ્યો છે. 1993માં કોંગ્રેસ પાસે 1501 ધારાસભ્યો હતા. બીજેપીએ 2014માં પહેલીવાર 1000 ધારાસભ્યોનો આંકડો મેળવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ઓછા થઇને 938 થયા હતા.
 
68 વર્ષોમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન
 
- 1977 અને 1979માં કોંગ્રેસના ધારાસભ્યો 1000 થી ઓછા થયા હતા. તે રીતે જોતાં 68 વર્ષોમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
- બીજી બાજુ બીજેપીએ ઉત્તર-પૂર્વના આસામ અને મણિપુરમાં સરકાર બનાવી લીધી છે. અહીંયા પાર્ટીનું કોઇ મહત્વ ન હતું.
- દેશના પોલિટિકલ એનાલિસ્ટ આને બીજેપીની સૌથી મોટી સફળતા માને છે. આ સિવાય કેરણ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં બીજેપીની વોટબેન્ક ઝડપથી વધી રહી છે.
 
3 રાજ્યોમાં કોંગ્રેસના અને 5 રાજ્યોમાં બીજેપીના એકપણ MLA નથી
 
- અત્યારે તમિલનડુ, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં બીજેપી પાસે એકપણ ધારાસભ્ય નથી. આ જ સ્થિતિ કોંગ્રેસની આંધ્રપ્રદેશ, દિલ્હી અને સિક્કિમમાં છે.
- કર્ણાટક, પંજાબ, હિમાચલ, મેઘાલય, મિઝોરમ, પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. બિહારમાં તેઓ સત્તારૂઢ સરકારમાં ગઠબંધનમાં છે.
- 2018 સુધી 10 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેમાં કર્ણાટક (કોંગ્રેસ) અને ગુજરાત (બીજેપી) બે મોટા રાજ્યો છે. અહીંયા બંને જગ્યાએ જો બીજેપી જીતે તો બધા રેકોર્ડ તૂટી જાય.
 
ADRનો રિપોર્ટ: UPના 45% મંત્રી ભ્રષ્ટ
 
1. ઉત્તરપ્રદેશ: 80% કરોડપતિ, 20 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ
 
- 20 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
- 35 મંત્રીઓ કરોડપતિ છે. સરેરાશ આવક 5.3 કરોડ છે.
- 16 ટકા એટલેકે 7 મંત્રીઓનું ભણતર 10મા થી 12મા સુધીનું જ છે.
 
2. ઉત્તરાખંડ: 10માંથી 8 મંત્રીઓ કરોડપતિ, 11 કરોડ સરેરાશ આવક
 
- 4 મંત્રીઓ એટલેકે 30% પર ક્રિમિનલ કેસ છે. 80% મંત્રીઓ કરોડપતિ છે.
- 90 ટકા મંત્રીઓ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ સૌથી વધુ ભણેલુ-ગણેલુ કેબિનેટ છે.
 
3. પંજાબ: એક મંત્રીની એવરેજ પ્રોપર્ટી 34.50 કરોડ રૂપિયા
 
- 2 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ. કુલ 10 મંત્રી છે. 9 મંત્રી કરોડપતિ, સરેરાશ પ્રોપર્ટી 34.5 કરોડ છે. 40 ટકા એટલે કે ચાર મંત્રીઓનું ભણતર ઇન્ટરમિડિયેટ કે તેથી ઓછું છે.
 
4. મણિપુર: એકપણ મંત્રીની ઉપર ક્રિમિનલ કેસ નથી
 
- 6 મંત્રી કરોડપતિ. સરેરાશ આવક 1.2 કરોડ છે. 2.29 કરોડ પ્રોપર્ટીના માલિક છે જોયકુમાર.
- 78% મંત્રીઓ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને 2 મંત્રીઓ 12મું પાસ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો