તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે અયોધ્યામાં મસ્જિદ તોડાવી હતી : મુલાયમસિંહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ: સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે ભાજપે અયોધ્યામાં મસ્જિદ તોડાવી હતી તો નારાજ મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીની સરકાર બનાવી હતી. મુસ્લિમો અમારી વિરુદ્ધ નથી. શનિવારે પાર્ટી વડા મથકે ‘મુલાયમ સંદેશ યાત્રા’ શરૂ કરવા દરમિયાન કહ્યું હતું કે ‘અયોધ્યામાં સુરક્ષા કારણોસર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યા હતા. અમે કોઇને નહોતા કરાવ્યા, છતાં તેમની સામે કેસ લખાવી દીધો હતો. મુલાયમે કહ્યું કે યુપીમાં વણકરોને સૌથી વધુ સવલત આપવાનું કામ તેમની સરકારે જ કર્યુ છે.

મોદીએ મનરેગા થી વધુ નાણા ઉદ્યોગપતિઓને આપ્યા: રાહુલ

જૌનપુરમાં કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,‘ભાજપે ખેડૂતો માટેના સ્વામીનાથન રિપોર્ટને લાગુ કરવાનું વચન આપ્યું હતું. પણ હવે તે ભૂલી ગયા છે. મોદી સરકારે મનરેગામાં જેટલા પૈસા આપ્યા છે, તેના કરતા ત્રણ ગણા નાણા ઉદ્યોગપતિઓને આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો