તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્જિન ફાડી 25 ફૂટ આરપાર થઈ રેલિંગ, ગાડીમાં સવાર લોકોની થઈ આવી હાલત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોશિયારપુરઃ પંજાબમાં રવિવારે એક વિચિત્ર અકસ્માત જોવા મળ્યો. એક પૂરપાટ ઝડપે આવી રહેલા કાર રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રેલિંગ ગાડીના આગળના ભાગમાં ઘૂસી ગઈ અને એન્જિનને ફાડીને 25 ફૂટ પાછળ બહાર નીકળી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા જ્યારે પુત્રીનું મોત થયું છે.
બીમાર પુત્રીના ચેકઅપ માટે જઈ રહ્યા હતા, ઓવર ટેકિંગમાં સર્જાઈ દુર્ઘટના...
- પ્રાપ્ત વિગતો અનુસાર કારમાં સવાર પરિવારજનો બીમાર પુત્રીના ચેકઅપ માટે લુધિયાણા જઈ રહ્યા હતા.
- પ્રત્યક્ષદર્શી પ્રમાણે ગાડી ઓવરસ્પીડમાં હતી. હાઈવે પર ટ્રકનો ઓવર ટેક કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે.
- રેલિંગમાં ગાડી એટલી જોરથી અથડાઈ કે, તે એન્જિનને ચીરીને લગભગ 25 ફૂટ પાછળ સુધી નીકળી ગઈ હતી.
- દુર્ઘટનામાં ગાડી ડ્રાઈવ કરી રહેલા ગુરદયાલ સિંહ અને તેમની 85 વર્ષની માતા રાજરાની ગંભીર રીતે ઘાયલ થયા છે.
- જ્યારે, અનિતાનું સારવાર દરમિયાન મોત થયું છે.
મદદના બદલે મોબાઈલથી ફોટો ખેંચવા લાગ્યા લોકો

- દુર્ઘટના દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલા બે લોકોએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે જ્યારે આ લોકોને મદદની જરૂર હતી ત્યારે લોકો મદદના બદલે વીડિયો અને તસવીરો ખેંચતા રહ્યા હતા.
- બાદમાં ફોજી બ્રિજેશ કુમાર અને તેમના જૂનિયર શિવ રાજે ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ અજીબોગરીબ અકસ્માતની વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો