બંધારણમાં ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ શબ્દ મૂકવા બિલ રજુ

‘ભારત’ પ્રાદેશિક સીમા કરતાં પણ વધુ કંઇક અભિવ્યક્ત કરતો શબ્દ છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Aug 11, 2012, 11:54 PM
bill for useing Bharat insted of india
- કોંગ્રેસના સાંસદે રાજ્યસભામાં બિલ રજુ કર્યું એક કોંગ્રેસી સભ્યએ બંધારણમાં ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ શબ્દ મૂકવાની માગણી કરતું એક પ્રાઇવેટ મેમર બિલને રાજ્યસભામાં દાખલ કર્યું હતું. બંધારણીય સુધારા વિધેયકને દાખલ કરતી વખતે બિલ સાથે સંકળાયેલાં કારણો અને વાંધાઓ રજુ કરતાં શાંતારામ નાયકે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયા’એ એક સીમા દર્શાવતો અર્થ થાય છે. જ્યારે ‘ભારત’ પ્રાદેશિક સીમા કરતાં પણ વધુ કંઇક અભિવ્યક્ત કરતો શબ્દ છે. નાયકે કહ્યું હતું કે આપણે જ્યારે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ ત્યારે આપણા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ, ઇન્ડિયા કી જય બોલવાથી આ ગૌરવની લાગણી થતી નથી. નાયકે જણાવ્યું હતું કે દેશનું નામ બદલીને ભારત રાખવા માટેના ઘણાં કારણો છે, પણ આ કારણોથી પણ વિશેષ તેમાં સમાયેલી દેશભક્તિની લાગણી છે.

X
bill for useing Bharat insted of india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App