તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બાબુજી’ની કવિતાના વીડિયોથી કરી 32 રૂ. કમાણી, મોકલી રહ્યો છું: અમિતાભને કુમારનો જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ હરિવંશરાય બચ્ચનની કવિતાનો વીડિયો તૈયાર કરીને ઈન્ટરનેટ પર પોસ્ટ કરવા અંગે અમિતાભ બચ્ચને કુમાર વિશ્વાસને કોપીરાઈટની યાદ અપાવી હતી. બીજી બાજુ અમિતાભની લીગલ ટીમે કુમારને નોટિસ મોકલીને કે કવિતા ગાઈને તમે કેટલાં રૂપિયા કમાયા તેની જાણકારી આપવા કહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કુમારે પણ બુધવારે અમિતાભે રિટ્વિટ કરીને લખ્યું, ‘તેના માટે માત્ર લોકોની પ્રશંસા મળી, પરંતુ સર બતાવવા માંગુ છું કે બાબુજીને શ્રદ્ધાંજલી આપવા માટે બનાવેલો વીડિયો ડિલીટ કરી રહ્યો છું. તેનાથી કમાયેલા 32 રૂપિયા પણ મોકલી રહ્યો છું.’ આ અંગે સોશિયલ મીડિયા યૂઝર્સના મિશ્ર પ્રતિભાવ સામે આવી રહ્યા છે. મોટાભાગના લોકોએ અમિતાભના ફેંસલાને ખોટો ગણાવ્યો છે. ઉપરાંત વીડિયોને લઈ કુમારના વખાણ કરવામાં આવી રહ્યા છે.
 
કુમારે યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કર્યો
 
- કુમાર વિશ્વાસે થોડા દિવસો પહેલા હરિવંશ રાય બચ્ચનની કવિતા ‘નીડ કા નિર્માણ’ને પોતાનો અવાજ આપીને એક વીડિયો તૈયાર કર્યો હતો. જેને યુટ્યુબ પર અપલોડ કરવાની સાથે 8 જુલાઈએ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
- ત્યારે કુમારે અમિતાભને ટેગ કરીને ટ્વિટમાં લખ્યું, 'Mahakavi Harivansh Rai Bachchan defines 'Phoenix' in melody 'Need Ka Nirman'. Listen and share #Tarpan4 @SrBachchan''
 
અમિતાભે કહ્યું- આ કોપીરાઈટનો ભંગ
 
- કુમારના વીડિયોને લઇ અમિતાભે પ્રથમ ટ્વિટમાં લખ્યું, 'Need Ka Nirman~ #HRB !! Listen in melodious voice of @DrKumarVishwas #Tarpan4 !!''
- પરંતુ તે બાદ 9 જુલાઈના રોજ બીજી ટ્વિટમાં કહ્યું, આ કોપીરાઈટનો ભંગ છે. અમારો લીગલ ડિપાર્ટમેન્ટ તેના પર નજર રાખશે.
 
તર્પણ નામથી યુટ્યુબ પર વીડિયો પોસ્ટ કરે છે કુમાર
 
કુમાર તર્પણ નામથી યુટ્યુબ પર વીડિયો અપલોડ કરે છે. હરિવંશરાય બચ્ચનનો પોસ્ટ કરેલા વીડિયોને લઈ કુમાર અને અમિતાભ વચ્ચે વિવાદ શરૂ થયો છે.
 
બચ્ચનજી આટલા રૂપિયાથી શું કરશોઃ યૂઝર્સ
 
- @raoravirajan ને લખ્યું-@SrBachchan સાહેબ! અત્યાર સુધી અમે તમારા સૌથી મોટા પ્રશંસક હતા પરંતુ તમે કુમારને નોટિસ મોકલીને તમારું સ્તર નીચું કરી દીધું. #GetWellSoon
- @DrDevGએ કહ્યું - @SrBachchan શું કરશો આટલા રૂપિયાનું સર.. પનામા પણ ભરાઈ ગયું છે હવે તો.. સુંદર કવિતા વાંચી કુમારે, આભાર!
-@SourabhBhatt15 એ લખ્યું, @SrBachchan આ ઠીક નથી. હું આ કવિતા સ્કૂલમાં ભણ્યો હતો બાદમાં કુમારભાઈની ચેનલ પર સાંભળી. તેમણે તો હરિવંશજીની કવિતા યુવાનો સુધી પહોંચાડી છે.
અન્ય સમાચારો પણ છે...