ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટની કહાણી, કેવી રીતે એક દુર્ઘટના બની ભયંકર કાવતરું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ. મંગળવારે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન દોઢ કલાક મોડી પડતાં સવારે 9.30 કલાકે જબડી સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાં સવાર યાત્રીઓના જણાવ્યા મુજબ અહીંયાથી આશરે 300 મીટર ટ્રેન દૂર પહોંચી ત્યારે જનરલ કોચમાં સીટ નંબર 51 પાસે સામાન મૂકવાની લોખંડની જાળી પાસે તીવ્ર વિસ્ફોટ થયો. ધડાકા બાદ કોચમાં લાગેલી ટ્યુબલાઈટ અને બલ્બના કાચ તૂટીને નીચે પડ્યા. જે ઘટનાને સવારે દુર્ઘટના ગણાવવામાં આવી રહી હતી તેણે સાંજ થતા એક ભયાનક કાવતરાનું રૂપ લઈ લીધું.
 
બ્લાસ્ટ ક્યા અને કેવી રીતે થયો
 
- સૌથી પહેલા મોબાઈલની બેટરી ફાટવાના કારણે દુર્ઘટના થઈ અને તેમાં અમુક લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું.
- તેની થોડીવાર બાદ એક કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ ધડાકો થયો હોવાના અહેવાલ આવ્યા.
- ત્રીજી વખતે જણાવાયું કે કઈ ખેડૂત જિનેટિક છોડ લઈને જતો હતો અને તેમાં વિસ્ફોટ થયો.
- જે બાદ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જ્યાં વિસ્ફોટ થયો ત્યાં સામાન રાખવા લોખંડની જાળી લાગેલી હતી. ત્યાં એક સૂટકેસ અને એક થેલો હતા.
- સાંજ થતાં સુધીમાં જ ટ્રેન દુર્ઘટના એક આતંકી ઘટનાક્રમમાં ફેરવાઈ ગયો. મધ્યપ્રદેશના આઈજી લો એન્ડ ઓર્ડરે જણાવ્યું કે ટ્રેનમાં આઈડી બ્લાસ્ટ થયો છે.
 
ઘટના બાદ જાહેર કરાયું હતું  એલર્ટ
 
-સૂત્રોને પ્રારંભિક તપાસમાં ટ્રેનમાં ગાર્ડની બોગી પાસેથી એક સૂટકેસ મળી હતી. જેમાં એમોનિયમ નાઈટ્રેટ યુક્ત વિસ્ફોટક સામગ્રી હતી.
- વિસ્ફોટના અવાજના કારણે ટ્રેનને અટકાવવામાં આવી અને કોચમાંથી પેસેન્જર્સ કૂદવા લાગ્યા.
- ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા અને રાજ્ય પોલીસે તાત્કાલિક સક્રિયતા દર્શાવી આરોપીને પકડવાના પ્રયાસ શરૂ કરી દીધા.
- ઘટના બાદ ભોપાલ, શીહોર, શાજાપુર, ઉજ્જૈન, દેવાસ અને  આસપાસના વિસ્તારોમાં પોલીસે એલર્ટ જાહેર કરી દીધું.
 
બોલઈ હનુમાન મંદિર જનારાની રહે છે ભીડ
 
મંગળવારે જે ટ્રેનમાં બ્લાસ્ટ થયો તેના દ્વારા મોટાભાગના લોકો શાજાપુરના એકોદિયા પાસે આવેલા બોલઈ હનુમાન મંદિરે દર્શન કરવા જાય છે. ગાડી આશરે દોઢ કલાક મોડી હોવાથી ઓછા યાત્રીઓ હતા. જો ગાડી સમયસ હોત તો પેસેન્જર્સની સંખ્યા વધારે હોત અને તેથી ઘાયલોની સંખ્યા પણ વધી શકત.
 
ભગત કી કોઠીથી રવાના કરાયા પેસેન્જર્સ
 
ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર્સ ટ્રેનના તમામ મુસાફરોને કાલાપીપલ સ્ટેશન પર ઉતારી દેવાયા બાદતેમને ભગત કી કોઠીથી રવાના કરાયા. આ ટ્રેનનું અહીં સ્ટોપેજ ન હોવા છતાં અટકાવીને તમામ પેસેન્જર્સને રવાના કરાયા. ઉજ્જૈન સુધી આ ગાડીને લોકલ કરી દેવામાં આવી.
 
માટી પર સફેદ પાઉડર
 
જબડી પાસે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ડબ્બાના બહાર પડેલી માટી પર સફેદ પાઉડર વેરાયેલો હતો. લોકો તેને શંકાસ્પદ માની રહ્યા હતા. જ્યારે ધડાકો થયો તેની થોડી મિનિટો સુધી ધુમાડો છવાઈ ગયો હતો.
 
સાંજ સુધી ચાલ્યું તપાસનું કામ
 
સવારે બનેલી ઘટનાની તપાસનું કામ સાંજ સુધી ચાલ્યું હતું. હજુ પણ તેમાં કેટલાંક નવા ખુલાસા થઈ શકે તેમ સૂત્રોનું કહેવું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો
અન્ય સમાચારો પણ છે...