• Gujarati News
  • MBBS Student Sent SMS Before Commit Suicide That I Take Mobile With Me To Listen Music

MBBS વિદ્યાર્થીએ આત્મહત્યા પહેલા લખ્યું-ગીતો સાંભળવા મોબાઈલ સાથે લઈ જઉં છું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ હમીદિયા હોસ્પિટલની બહાર વિશાલનું શબ મેળવવા માટે રાહ જોતા તેના દોસ્ત અને પડોશીઓ તથા ઈન્સેટમાં મૃત્યુ પામનાર વિશાલ યાદવ)
ભોપાલ. એલ.એન. મેડિકલ કોલેજમાં એમબીબીએસ પ્રથમ વર્ષના વિદ્યાર્થી વિશાલ યાદવે રવિવાર મોડીરાતે છઠ્ઠા માળ પર આવેલા પોતાના ફ્લેટથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હરિયાણાના રેવાડીનો નિવાસી વિશાલ ભોપાલમાં કોલાર સ્થિત સાગર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. ઘટનાની જાણકારી મળતા જ પડોશી તેને હોસ્પિટલ ગઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિશાલે મરતા પહેલા પોતાના દોસ્તને એસએમએસ પણ મોકલ્યો હતો. એસએમએસમાં વિશાલે લખ્યું હતું કે તે પોતાની સાથે મોબાઈલ લઈ જઈ રહ્યો છે જેથી રસ્તામાં ગીતો સાંભળી શકે. આ ઉપરાંત તેણે પોતાના દોસ્તને એ અરજ પણ કરી હતી કે તેના વતી તેના ફેસબુક એકાઉન્ટને પણ અપડેટ કરી લે.
વિશાલના દોસ્ત જીતને પોલીસને જાણકારી આપી હતી કે વિશાલને તેને એસએમએસ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેનું છેલ્લું પેપર સારું નહોતું ગયું. વિશાલે તેજ મેસેજમાં એ પણ લખ્યું હતું કે, હું જઈ રહ્યો છું, તમે લોકો સારી રીતે ભણજો અને પ્રગતિ કરજો. હું તમને સૌને ખૂબ જ યાદ કરીશ.
મને મરવાથી ડર લાગી રહ્યો છે
વિશાલે પોતાના એસએમએસમાં આગળ લખ્યું હતું કે, મને મરવાથી ડર લાગી રહ્યો છે પરંતુ હું હવે જીવવા નથી માંગતો. થોડા સમય પહેલા જ મા અને ભાઈનો ફોન આવ્યો હતો. મા વારંવાર દવાઓ લેવા વિશે કહી રહી હતી. તેઓએ મેં જણાવ્યું કે હું પરમાનેન્ટ દવા લેવા જઈ રહ્યો છું. આ તેમની સાથેની મારી છેલ્લી વાત હતી. મેં મારા માતાપિતા અને ભાઈને ક્યારેય નથી જણાવ્યું કે હું તેમને પ્રેમ કરું છું. મારા ગયા પછી મહેરબાની કરીને તેમને જણાવશો કે હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું.
ફેસબુક પર સ્ટેટસ અપટેડ કરી લેજે
વિશાલે દોસ્તને મેસેજ કર્યો હતો કે, ભાઈ, મારા વતી ફેસબુક પર અપડેટ કરી લેજે કે હું જઈ રહ્યો છું. મારા કેટલાક મિત્રો ઓનલાઈન પણ હશે તેમને કહેજે કે હું તેમને યાદ કરીશ. તું સારી રીતે જાણે છે કે કોને શું કહેવાનું છે. ભાઈ તું યાદ કરીને મારા દરેક દોસ્તને મારા તરફથી આવજો કહી દેજે.
મોબાઈલ લઈને જઈ રહ્યો છું, રસ્તામાં ગીતો સાંભળીશ
વિશાલે તેના મિત્રને જે એસએમએસ લખ્યો છે તેમાં લખ્યું હતું કે, હું મારો મોબાઈલ સાથે જ લઈ જઈ રહ્યો છું. રસ્તામાં ગીતો સાંભળતો સાંભળતો જઈશ. ભાઈ, મને પેપર આપવામાં બહુ જ ડર લાગી રહ્યો છે પરંતુ તું ના ડરતો અને પેપર સારી રીતે આપજે. થોડીવાર પછી મારા જીવનના દરેક પ્રશ્નનો જવાબ મારા હાથમાં હશે.
કોલાર પોલીસ સ્ટેશન પ્રભારી અખિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
આગળની સ્લાઈડ્સમાં આ મામલાને લગતી વધુ તસવીરો જુઓ...