ભોજપુરી ફિલ્મ અભિનેત્રી પર ગિન્નાયેલા પ્રેમીએ ફેંક્યો તેજાબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલિયા : યુપીના બલિયામાં ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ રૂપાલી પર મંગળવારે રાત્રે તેના પ્રેમીએ એસિડ ફેંક્યું હતું, જેના કારણે રૂપાલીનો ચહેરો દાઝી ગયો હતો. પોલીસે તત્કાળ કાર્યવાહી કરી હતી અને યુવકને ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રસડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક્ટ્રેસ રૂપાલી (રહેવાસી જખનિયા, ગાઝીપુર) લિડ રોલમાં છે. ફિલ્મ યુનિટના સભ્યો પાસેની જ એક સ્કૂલમાં ઉતર્યા હતા. યુનિટનો મેમ્બર અજય પુજારી રૂપાલિને પસંદ કરતો હતો, બંને વચ્ચે પ્રેમ પણ હતો. બાદમાં રૂપાલી વિકાસકુમાર નામના અન્ય એક યુવકને ચાહવા લાગી હતી. આથી અજય નારાજ થઈ ગયો હતો. બંનેની વચ્ચે આ અંગે બોલાચાલી પણ થતી હતી.

મંગળવારે રાત્રે શૂટિંગ પૂરું કરી ને બધાય ફિલ્મ કલાકારો ઉંઘી રહ્યા હતા ત્યારે અજય અચાનક જ રૂપાલીના રૂમમાં પહોંચ્યો હતો. અજયે રૂપાલી તથા અન્ય એકની ઉપર તેજાબ ફેંક્યો હતો. બૂમરાણ સાંભળીને લોકો ત્યાં પહોંચ્યા હતા અને બંનેને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. પોલીસે અજયની પણ ઘટનાસ્થળેથી ધરપકડ કરી લીધી હતી.
સોમવારે પણ ભોજપુરી ગાયિકા પર ફેંકાયો હતો તેજાબ, વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.