Home » National News » Latest News » National » bhaskar power: tobeco bend in 7 stat

ભાસ્કરના વાચકોની તાકાત : ૭ રાજ્યોમાં ગુટખા બંધ

Divyabhaskar.com | Updated - Jul 27, 2012, 03:47 AM

સામાજિક-આર્થિક પરિવર્તન: ગુટખા, પાનમસાલા વિરુદ્ધ નિર્ણાયક અભિયાન

 • bhaskar power: tobeco bend in 7 stat

  - સામાજિક-આર્થિક પરિવર્તન: ગુટખા, પાનમસાલા વિરુદ્ધ નિર્ણાયક અભિયાન છત્તીસગઢ સરકારે પણ બુધવારે ગુટખા અને પાન-મસાલા સામે પ્રતિબંધ લાદી દીધો છે. દૈનિક ભાસ્કરે સામાજિક જવાબદારી નિભાવીને એપ્રિલમાં ગુટખા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. વાચકોની તાકાત સાથે મધ્યપ્રદેશથી શરૂ થયેલી ગુટખા સામેના પ્રતિબંધની સફર માત્ર ત્રણ મહિનામાં સાત રાજ્યો સુધી પહોંચી ગઇ છે.  બિહાર અને કેરળમાં પણ તેની અસર જોવા મળી છે. જ્યાં તેની સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૯ રાજ્યોમાં ગુટખા બંધ થઇ ગયા છે. આગામી સપ્તાહે દિલ્હી સરકાર પણ આ મુદ્દે નિર્ણય લઇ શકે છે. જમ્મુ-કાશ્મીર સરકારે પણ એવા જ સંકેત આપ્યા છે. માહોલ સમગ્ર દેશમાં સર્જાઇ ગયો છે. ગુટખાની સાથે-સાથે પાનમસાલા સામે પણ પ્રતિબંધ લાદવાનો અવાજ ઊઠી રહ્યો છે. - આથી જરૂરી હતો આ પ્રતિબંધ તમાકુ ચાવવાથી મોઢું, ગળા, આંતરડાં, યકૃત અને ફેફસાંના કેન્સરનો ખતરો વધી જાય છે. સૌથી વધુ કેસ ફેફસાં અને રક્ત સાથે સંબંધિત રોગોના છે. ભારતીય મેડિકલ રિસર્ચના રિપોર્ટ મુજબ પુરુષોમાં ૫૦ ટકા અને મહિલાઓમાં ૨૫ ટકા કેન્સરનું કારણ તમાકુ છે. તેમનામાંથી ૯૦ ટકાને મોઢાનું કેન્સર છે. ધુમાડારહિત તમાકુમાં ૩૦૦૦થી વધુ રાસાયણિક તત્વો છે. તેમનામાંથી ૨૯ રસાયણ કેન્સર પેદા કરી શકે છે.  તમાકુનાં સેવનથી થતા કેન્સરથી દર છ સેકન્ડમાં એક દર્દીનું મોત. દેશમાં ૩૨.૯ ટકા પુરુષ અને ૧૮.૪ ટકા મહિલાઓ તમાકુ અને ગુટખાનું સેવન કરે છે. તેમનામાંથી વ્યસ્ક ૨૬ ટકા અને યુવાન ૧૨.૫ ટકા છે. યુવાનોમાં ૧૬.૨ ટકા યુવકો અને ૭.૨ ટકા યુવતીઓ છે. - રાજ્ય સરકારોનાં પગલાં પ્રતિબંધ લાદવાની સાથે-સાથે રાજ્ય સરકારોએ કોર્ટમાં કેવિએટ પણ દાખલ કરી છે. જેમાં રાજ્ય સરકારોએ જણાવ્યું છે કે, ગુટખા લોબીની કોઇ પણ અરજીની સુનાવણી કરવા અને ચુકાદો આપતા પહેલાં રાજ્ય સરકારોની પણ રજુઆત સાંભળવામાં આવે. તેમાં એકતરફી સ્ટે કે નિર્ણય ફગાવાની આશંકા પણ ખતમ થઇ ગઇ છે.  - ૫૦ હજાર કરોડનો છે બિઝનેસ સમગ્ર દેશમાં. - ૧૨ હજાર કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે સરકારોને. - ૪૦ હજાર કરોડ રૂપિયા ગુટખાથી પેદા થતા રોગોના બચાવ પર ખર્ચ થાય છે. - ૨૭.૫ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. - ૫૦૦થી વધુ પ્રકારના ગુટખા વેચાય છે.  - દરરોજ ૮૦૦ લોકો ગુટખાથી મોઢું બંધ થવાની બીમારી સાથે હોસ્પિટલે પહોંચે છે  દેશભરની હોસ્પિટલોમાં દરરોજ પહોંચતા ૮૦૦ લોકો એવા હોય છે, જેમનું ગુટખાને કારણે મોઢું ખૂલતું નથી. મુંબઇની તાતા મેમોરિયલ હોસ્પિટલના ડૉ. સુરેન્દ્ર શાસ્ત્રી જણાવે છે કે, દર વર્ષે ૩ લાખ લોકોને મોઢાનું કેન્સર થાય છે.  - મધ્યપ્રદેશ સમગ્ર દેશમાં સૌપ્રથમ ૧ એપ્રિલે પ્રતિબંધ અહીં જ લાગ્યો. ગુટખા પછી હવે ભાસ્કરે પાન મસાલા સામે પણ અભિયાન છેડ્યું છે.  - મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સરકારે ૧૨ જુલાઇના રોજ ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ લાધ્યો છે. ગુટખા વેચનારા અને બનાવનારા સામે દંડ અને સજાની જોગવાઈ છે.  - હિમાચલ ગુટખાથી બરબાદ થઇ રહેલા પહાડી યુવાનોની સ્થિતિ સામે છેડાયેલા અભિયાને અહીં ૧૩ જુલાઇના રોજ અસર બતાવી. ૨ ઓક્ટોબરથી પ્રતિબંધ લાગુ થશે.  - રાજસ્થાન ભાસ્કરે ૧૫ જુલાઇના રોજ અભિયાન શરૂ કર્યું અને ૧૮ જુલાઇએ સરકારે પ્રતિબંધ લાદી દીધો. કેટલીક પંચાયતોએ પહેલેથી જ પ્રતિબંધ લાદયો હતો.  - ઝારખંડ અહીં ૧૭ જુલાઇના રોજ અભિયાન શરૂ થયું. ૨૪ જુલાઇના રોજ પ્રતિબંધ લાગી ગયો. અહીં ૨૫ હજારથી માંડી ૧૦ લાખ સુધીના દંડની પણ જોગવાઇ છે.  - હરિયાણા અભિયાનની અસર અહીં ૨૦ જુલાઇના રોજ જોવા મળી. કેબિનેટે ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ લાદી દીધો. અમલ ૧૫ ઓગસ્ટથી શરૂ થશે.  - છત્તીસગઢ રાજ્ય સરકારે ૨૫ જુલાઇના રોજ ગુટખા અને પાનમસાલા પર પ્રતિબંધ લાદી દીધો. આદેશ તાકીદની અસરથી લાગુ થયો.ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ