યુપીઃ રાજ્યની તમામ શાળાઓમાં ભગવદ્ ગીતા આધારિત સ્પર્ધાના યોગી સરકારના નિર્દેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉઃ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વધુ એક નિર્દેશ આપ્યાં છે. આ વખતે યોગી સરકારે પ્રદેશની તમામ સ્કૂલમાં ભગવદ્ ગીતા પર આધારિત ગીત સ્પર્ધા કરાવવાના નિર્દેશ મોકલ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્પર્ધાના પરિણામ પરના આધારે આ મહિનાના અંતમાં પાટનગર લખનઉમાં રાજ્યસ્તરની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. રાજ્યના માધ્યમિક શિક્ષા વિભાગના તમામ મંડળોને સંયુક્ત નિર્દેશકોને સુનિશ્ચિત કરવા માટેનું કહેવામાં આવ્યું છે કે તમામ બોર્ડ હેઠળ આવનારી સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત અને ખાનગી સ્કૂલોમાં જિલ્લા અને મંડલ સ્તરે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે.

 

ભગવદ્ ગીતા પર આધારીત સ્પર્ધા કરાવવાના નિર્દેશ

 

- ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓએ ગુરૂવારે કહ્યું કે રાજ્યની તમામ સ્કૂલોએ ભગવદ્ ગીતા પર આધારિત ગીત સ્પર્ધા કરવી. અને આ સ્પર્ધાના પરિણામના આધારે રાજ્ય સ્તરની હરિફાઈનું આયોજન કરવામાં આવશે.

- રાજ્ય સ્તરની સ્પર્ધા માટે ગાયકોની ટોળીઓના પસંદગીનું કામ 11થી 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા અને મંડળ સ્તર પર કરવામાં આવશે.

- એક અધિકારીએ જણાવ્યું કે સંગીત, ગીતા, હિન્દી અને સંસ્કૃતમાં વિશેષજ્ઞતા રાખનારા એક પેનલ સર્વશ્રેષ્ઠને ગાયક કે ગાયિકાની પસંદગી કરશે.

- સ્પર્ધા દરમિયાન સ્પર્ધકના ઉચ્ચારણ અને ગાયન કૌશલને પરખવામાં આવશે. માધ્યમિક શિક્ષા વિભાગે કહ્યું કે આ સ્પર્ધા માટે વિદ્યાર્થી દિઠ આવનારા ખર્ચની વ્યવસ્થા જે-તે સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...