તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Between Mulayam And BJP Santhagantha: Beni Prasad Another Blow

મુલાયમ અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ : બેની પ્રસાદનો વધુ એક પ્રહાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ ઠપકો આપ્યો છતાં, કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ શનિવારે પોતાના એક સમયના મિત્રમાંથી દુશ્મન બનેલા સપાના વડા મુલાયમ સિંહ સામેના પ્રહારોને વધુ ઉગ્ર બનાવ્યા છે. તેમણે કોમી લાગણી ભડકાવવા માટે ભાજપ સાથે સાંઠગાંઠ કરી હોવાનો મુલાયમ સિંહ યાદવ પર આરોપ મૂક્યો છે અને બાબરી મુદ્દે જાહેર ચર્ચા કરવા માટે મુલાયમને પડકાર ફેંક્યો છે.

બેની પ્રસાદે આક્ષેપ મૂક્યો હતો કે ભાજપ રામમંદિર મુદ્દે તણાવ ઊભો કરીને રાજ્યમાં વાતાવરણ ડહોળવા માગે છે.
જેનાથી ભાજપ અને સપા બન્નેને લાભ થશે. બેની પ્રસાદે અહીં પત્રકારોને કહ્યું હતું કે તે વાતના પૂરતા પુરાવા છે કે મુલાયમ અને ભાજપ મળેલા છે. બન્ને ઉત્તરપ્રદેશમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા માગે છે. જેનાથી મતોનું ધ્રુવીકરણ થાય અને તેમને ફાયદો થશે.

તેમણે બાબરી મિસ્જદ ધ્વંસ મુદ્દે જાહેર ચર્ચા કરવા મુલાયમને પડકાર ફેંક્યો છે. હું તેમના પ્રશ્નનો જવાબ આપીશ અને તેમણે(મુલાયમ) પણ મારા પ્રશ્નોનો ઉત્તર આપવો પડશે. તે સમયે મુલાયમસિંહ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે સમયસર કાર્યવાહી કરી હોત તો તે માળખુ તૂટતા અટકાવી શકાયું હોત. જો તે મારી સાથે સંમત ન હોય તો જાહેર મંચ પર ચર્ચા કરી શકે છે.