બેંગલુરુઃ યુવતીએ 100 રૂપિયા, મટન બિરયાની માટે 42 બસોને કરી આગને હવાલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુ. 12 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં થયેલી આગચંપી અને તોડફોડમાં ધરપકડ કરાયેલી 22 વર્ષની યુવતી સી. ભાગ્યએ કથિત રીતે 100 રૂપિયા અને મટન બિરયાની માટે 42 બસોને આગને હવાલે કરી દીધી હતી. સી. ભાગ્ય નામની મહિલાએ એક ટ્રાવેલ કંપનીના ગેરેજમાં પાર્ક થયેલી બસો પર ડીઝલ છાંટીને આગ લગાવવા માટે ભીડને ઉશ્કેરી હતી. હિંસા અને આગચંપીના મામલામાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે.
યુવતીની માતાએ કર્યો ઘટસ્ફોટ
- 22 વર્ષીય સી. ભાગ્યને 12 સપ્ટેમ્બરના રોજ કેપીએન ટ્રાવેલ્સની બસોમાં આગ લગાવી દીધી હતી.
- ટ્રાવેલ્સના કર્મચારીઓએ સી. ભાગ્યનો વીડિયો પણ બનાવ્યો જે દ્વારા પોલીસને એવું જાણવા મળ્યું કે આગચંપી માટે સી. ભાગ્યએ લોકોને ઉશ્કેર્યા હતા.
- સીસીટીવી ફૂટેજમાં પણ સી. ભાગ્ય ગાડીઓ પર ડીઝલ છાંટતી જોવા મળી હતી.
- બીજી તરફ ભાગ્યની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘કેટલાક પરિચિત લોકોએ પ્રદર્શનમાં ભાગ લેવા પર મટન બિરયાની અને 100 રૂપિયાની ઓફર મૂકી હતી.’
- ભાગ્યનો બચાવ કરતા માતાએ કહ્યું કે, ‘તે માત્ર વિરોધ કરી હતી. આગ ચાંપનારા કોઈ બીજા લોકો હતા.’
- ભાગ્ય પોતાના પરિવાર સાથે કેપીએન ગેરેજ પાસે જ રહે છે. તે મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.
હુમલા દરમિયાન ઘાયલ બસ ડ્રાઈવરોએ યુવતીને ઓળખી કાઢી
- આર. આર. નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 7 યુવકોને ઝડપી લીધા હતા. તે પૈકી 5 ડિસોઝા નગરના રહેવાસી છે.તેમની પૂછપરછના આધારે સી. ભાગ્યની સંડોવણી બહાર આવી હતી.
- યુવકોના કહેવા પ્રમાણે, એક અજાણી યુવતીના કહેવાથી તેઓ ઘટનામાં સામેલ થયા હતા. - ભાગ્યની સામે આઈપીએસ (ભારતીય દંડ સંહિતા)ની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
- કેપીએન ટ્રાવેલ્સ કંપનીની જે 42 બસોને આગને હવાલે કરી દેવામાં આવી હતી તે કંપનીના માલિક કે પી નટરાજન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મને તે યુવતીની ધરપકડ થઈ છે તે અંગે જાણવા મળ્યું છે.
- આ હુમલા દરમિયાન ઘાયલ ડ્રાઈવરોએ પુષ્ટિ કરી છે કે આ યુવતીએ બસોને આગને હવાલે કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભાગ્યને એડવોકેટ એસોસિએશ કરશે કાનૂની સહાય...ભાગ્ય પર ભીડનું નેતૃત્વ કરવાનો આરોપ...જુઓ ઘટનાની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...