બેંગાલૂરુઃ સ્ટાર્ટઅપ કંપનીના CEOને ભૂલ ભારે પડી, ગુમાવ્યો હાથ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીના CEOએ કરેલી ભૂલની કિંમત તેમને એક હાથ ગુમાવીને કરવી પડી છે. ટર્ટલ શેલ ટેકનોલોજીસ કંપનીના CEO મુદીત દંડવતે, બેંગલુરુના રામાનાગરમ જિલ્લામાં એક મંદિરે ગયો હતો. ત્યારે વન વિભાગ દ્વારા સંરક્ષિત એક તળાવમાં ન્હાવા પડેલાં શ્વાનને બહાર કાઢવાના સમયે મગરે તેની પર હુમલો કર્યો હતો, જેના પરિણામે તેને એક હાથ ગુમાવવો પડ્યો છે.
 
કઈ રીતે ઘટી દુર્ઘટના?
 
- આ ઘટના ત્યારે બની જયારે દંડવતેના બે શ્વાન થટ્ટેકેર તળાવમાં ન્હાવા પડ્યા હતા.
- થટ્ટેકેર લેક વન વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલા બનીરગટ્ટા જંગલમાં આવેલું છે.
- તળાવમાં ઉતરવાની મનાઈ હોવા છતાં દંડવતે પાણીમાં ઉતર્યો હતો ત્યારે અચાનક આ તળાવમાં મગર આવી ચડ્યો હતો અને તેને દંડવતેનો ડાબો હાથ પકડી લીધો હતો.
- આ ઘટના બાદ નસીબ જોગે તે બચી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસમત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
 
શું કહેવું છે તબીબનું?
 
- હોસમત હોસ્પિટલના એમડી ડો.અજીત રાયને જણાવ્યું કે, “દંડવતેનો ડાબા હાથની કોણીથી નીચેના ભાગને મગરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. મગરે હાથના તે ભાગને ખાવાનો પ્રયાસ કર્યો છે જેથી તેને પુનઃ યથાકિત કરવો હવે સંભવ નથી. જો કે તેની હાલત પહેલાં કરતાં ઘણી સારી છે અને તેને ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.”
- એક સમાચાર સંસ્થાના રિપોર્ટ મુજબ દંડવતે પર સર્જરી કરવામાં આવશે અને થોડાં મહિના બાદ તેને કુત્રિમ હાથ આપવામાં આવશે.
 
દંડવતે વિરૂદ્ધ ફરિયાદ
 
- રામાનાગરમના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બી.રમેશે કહ્યું કે, “દંડવતે વિરૂદ્ધ હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. જોકે દંડવતે વિરૂદ્ધ પોલીસે પોતાની રીતે કેસ દાખલ કર્યો છે. પોલીસની ફરિયાદ મુજબ તેને કોઈપણની મંજૂરી વગર પ્રતિબંધિત વન્ય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.”
- તળાવની આજુબાજુ ચેતવણી અંગેના સાઈન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...