બેંગલુરુઃ ગે પ્રોફેસરની કોલેજે કરી હકાલપટ્ટી, કહ્યું-સ્ટુડન્ટ્સ તમારાથી છે પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુ. અહીંની એક કોલેજે એક ગે પ્રોફેસર એશ્લે ટૈલિસને બરખાસ્ત કરી દીધા છે. તેમને એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટુડન્ટ્સ તમારા અંગત મંતવ્યોને લઈને પરેશાન છે. કોલેજે ટૈલિસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ એન્ટી-કોલેજ એક્ટિવિટીઝમાં સામેલ છે.  
 
ઇંગ્લિશના પ્રોફેસર હતા ટૈલિસ
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેંગલુરુના સેન્ટ જોસેફ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઇંગ્લિશન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર હતા.
- તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ક્લાસમાં અંડર-ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની ભાવનાઓને ઠેસ પહોંચાડ છે.
- મહત્વપૂર્ણ છે કે, ટૈલિસ લેસ્બિયન-ગે-બાઇસેક્સુઅલ-ટ્રાન્સજેન્ડર (LGBT) એક્ટિવિસ્ટ પણ છે.
 
ટૈલિસે ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?
 
- ટૈલિસ મુજબ, 9 માર્ચે હું જ્યારે બી.કોમ સેકન્ડ યરનો ક્લાસ લઈ રહ્યો હતો ત્યારે મને પ્રિન્સિપલ ફ્રાંસિસ વિક્ટર લોબોને તાત્કાલિક મળવાનું કહેવામાં આવ્યું.
- જેવો હું ત્યાં પહોંચ્યો, મને ઓફિસની બહાર 10 મિનિટ રાહ જોવા માટે કહેવામાં આવ્યું. જ્યારે મારા સ્ટુડન્ટ્સ મારી ક્લાસમાં રાહ જોઈ રહ્યા હતા.
- ત્યારબાદ પ્રિન્સિપલે મને બોલાવ્યો અને કહ્યું કે તમારા અંગત ઓપિનિયનના કારણે સ્ટુડન્ટ્સ પર ખરાબ અસર પડી રહી છે. સારું રહેશે કે તમે તાત્કાલિક નોકરી છોડી દો.
 
“હું ઈચ્છું છું સ્ટુડન્ટ્સ પરેશાન થાય”
 
- ટૈલિસે પોતાની પોસ્ટમાં લખ્યું, “મારી ઈચ્છા છે કે સ્ટુડન્ટ્સ પરેશાન થાય.”
- “એ કોઈપણ ટીચરની જોબ છે કે તેના સ્ટુડન્ટ્સ પરેશાન રહે. જો સ્ટુડન્ટ્સ પરેશાન નહીં રહે તો તેઓ દુનિયામાં બદલાવ કેવી રીતે લાવશે. માન્યતાઓને તોડવા માટે જો ટીચર સ્ટુડન્ટ્સને પરેશાન કરે છે તો એ તેમનું એચીવમેન્ટ છે.”
- “તેને કારણે ટીચરને બરખાસ્ત કરવો કોઈ તર્ક નથી.”
- “મારા માટે આ કોઈ નવી કહાણી નથી. એવું પણ નથી કે મારી સાથે આવું અંતિમ વખત થઈ રહ્યું છે. પરંતુ હું કોઈપણ રીતે ઝૂકીશ નહીં.”
 
કોલેજે શું કહ્યું?
 
- ટૈલિસના આરોપ પર કોલેજે કહ્યું, પ્રો. એશ્લેને નવેમ્બર 2016માં 6 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા. તેમને આ વાત ઈન્ટરવ્યૂમાં જ જણાવી દેવામાં આવી હતી.
- બાદમાં ઈન્ટેલેક્ચુલ એબિલિટીઝ માટે તેમના વખાણ પણ કરવામાં આવ્યા અને સ્કોલરશિપ પણ આપવામાં આવી. અમે તેમને લેખિતમાં કહ્યું હતું કે સંવેદનશીલ મુદ્દાઓ પર તેઓ સ્ટુડન્ટ્સને પોતાનો તર્ક રજૂ ન કરે.
- અનેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની ફરિયાદ હતી કે પ્રો. ટૈલિસ પોતાની લિમિટ ક્રોસ કરી રહ્યા છે. ત્યારબાદ જ મેનેજમેન્ટે તેમને કાઢવાનો નિર્ણય કર્યો.  
 
ગે પ્રોફેસરની ફેસબુક પોસ્ટ અને સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...