તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણાઃ ઈદ પહેલા મેવાતની બિરયાનીમાં મળ્યું ગોમાંસ, સરકારી લેબનો દાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદીગઢઃ હરિયાણા સરકાર દ્વારા મેવાતના મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં વેચવામાં આવતી બિરયાનીમાં ગોમાંસ હોવાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી છે. જેના માટે 7 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એક લેબમાં આ બિરયાનીમાં ગોમાંસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બકરી ઈદની ઉજવણીને લઈને શંકા
- હરિયાણા ગોસેવા પંચે તેમની પાસે આવેલી એક ફરિયાદ આવી હતી.
- જેના પર કાર્યવાહી કરતા રાજ્ય પોલીસને બકરી ઈદ પહેલા મેવાતમાં વેચાઈ રહેલી બિરયાનીના નમૂના જમા કરવા અને તેની તપાસના આદેશ આપ્યા હતા.
- ત્યારબાદ પોલીસે મંડકા અને અમુક ગામડાઓમાં રોડ પર બિરયાની વેચનારા પર દરોડા પાડ્યા હતા અને બિરયાનીના નમૂના એકઠા કર્યા હતા.
- દરોડાના કારણે મેવાતમાં બકરી ઈદની ઉજવણીને લઈને શંકા પેદા થઈ ગઈ છે.
મેવાત રાજ્ય સરકારના નિશાન પર
- 24 ઓગસ્ટથી જ મેવાત રાજ્ય સરકારના ગોરક્ષા વિભાગના નિશાન પર રહ્યું છે.
- આજકાલ ગોરક્ષા ટાસ્ક ફોર્સ અને પશુપાલન વિભાગે મળીને અલવર-ગુડગાંવ માર્ગ પર સ્થિત ગામડાઓમાં રોડ કિનારે બિરયાની વેચનારા પાસેથી નમૂના જમા કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો