• Gujarati News
  • Bedspread Ambush Trips Pervert Who Tried To Rape Two Women

ઘરમાં ઘૂસેલા ચોરને રોકડ કે ઝવેરાત ના મળતા કરી સેક્સની ડિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ પીડિત યુવક અને તેની મંગેતર

*પીરિયડમાં હોવાની પીડિતાની ન સાંભળી આજીજી, ઉતરાવ્યાં અંડરગારમેન્ટ્સ
બેંગલુરુઃ શહેરમાં નાટકીયતાથી ભરપૂર એક મામલો સામે આવ્યો છે. એક દિવસ પહેલા જ જેલમાંથી છૂટેલા અપરાધી એક ઘરમાં ઘૂસી ગયો હતો અને ચાકૂની અણીએ કિમતી સામાન અને રોકડ રકમની માંગ કરી હતી. ઘરના સભ્યોએ જ્યારે ચોરને કિમતી સામાન અને રોકડ વિષે માહિતી ના આપી તો ચોરે ઘરની છોકરીઓ સાથે સેક્સ કરવાની ડિમાન્ડ કરી. સાથોસાથ હત્યા કરવાની ધમકી પણ આપી.


શું છે મામલો?
કોરામાંગલાના બ્લોક નં. ૮ના એક એપાર્ટમેન્ટમાં ૩૧ વર્ષીય લેન, તેમની ૩૦ વર્ષની મંગેતર જૂમી તથા પડોશની છોકરી સ્ટેસી (ત્રણેના કાલ્પનીક નામ) ટીવી જોઈ રહ્યા હતા. ઘરનો દરવાજો અધખૂલ્લો હતો. તે દરમિયાન જ ચાકૂ લઈને એક વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને ત્રણેય સામે કિમતી સામાન આપવા માંગણી કરી હતી. ઘરમાં હાજર સભ્યોએ ચોરને જણાવ્યું કે તેઓનો અત્યાર સુધી મહિનાનો પગાર પણ મળ્યો જેથી, તેમની પાસે કંઈ જ નથી તેથી તેમને છોડી મૂકો. આ વાત સાંભળીને ગુસ્સે ભરાયેલા ચોરે સેક્સની ડિમાન્ડ કરી નાખી, જો તે ના સંતોષાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકની મંગેતર જૂમીએ પોતે પીરિયડમાં છે તેમ જણાવ્યું તો ચોરે તેની વાત પર વિશ્વાસ ના કર્યો અને જૂમીને પોતાના અંડરગારમેન્ટ બતાવવા માટે કહ્યું. જૂમીને મજબૂરીમાં પોતાના કપડા ઉતારવા પડ્યાં હતાં.
ચાકૂ નીચે મૂકતા જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો

જૂમીના પીરિયડમાં હોવાનું સાબિત થયા બાદ ચોરે ઘરમાં હાજર પડોશીની છોકરીને પલંગ પર ખેંચીને લઈ ગયો અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ચોરે પોતાનું ચાકૂ નીચે મૂક્યું ત્યારે અન્ય બે લોકો તેના પર તૂટી પડ્યા અને ચોરને રૂમની અંદર બંધ કરીને બચાવ માટે બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. બૂમો સાંભળીને પડોશીઓ ઘરમાં ઘસી આવ્યા અને આરોપીને પોલીસને હવાલે કરી દીધો હતો. ત્રણેય પીડિત નાગાલેન્ડના રહેવાસી છે. લેન સેલ્સ એક્ઝિક્યુટીવ છે તથા બંને છોકરીઓ રેસ્ટોરન્ટમાં કામ કરે છે.

છ મહિનાથી જેલમાં બંધ હતો આરોપી પોલીસનું કહેવું છે કે, “આરોપી છેલ્લા છ મહિનાથી બાઈકની ચોરી કરવાના અપરાધમાં જેલમાં હતો. તે ૩૧ ઓગસ્ટના રોજ જેલમુક્ત થયો હતો. તેના એક દિવસ પછી જ બે છોકરીઓ પર બળાત્કાર કરવાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધો, લૂંટ અને ધાડની અલગ-અલગ કલમોના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.”