લૉકરમાં રાખેલી વસ્તુ ગુમ થાય તો બેન્કની જવાબદારી નહીં: આરટીઆઈમાં ખુલાસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  પોતાની કિંમતી વસ્તુઓ બેન્કના લૉકરમાં રાખવી હિતાવહ માનવામાં આવે છે પણ હાલમાં આરટીઆઇ દ્વારા એવો ખુલાસો થયો છે કે જાહેર ક્ષેત્રની બેન્કોના લોકરમાં રાખેલી કિંમતી વસ્તુઓ ગૂમ થાય, ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો જે-તે બેન્કની કોઈ જવાબદારી રહેતી નથી. તેનું સંપૂર્ણ નુકસાન માત્ર અને માત્ર ગ્રાહકે જ ભોગવવાનું રહે છે. સરકારી માલિકીની બેન્કોના લૉકર હાયરિંગ એગ્રીમેન્ટમાં આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી એવું આરટીઆઇ હેઠળ પૂછાયેલા જવાબમાં જાણવા મળ્યું છે. 

દેશની 19 સરકારી બેન્ક અને આરબીઆઇને આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ માહિતી બહાર આવી હતી. કુશ કાલરા નામના વકીલે આરટીઆઇ હેઠળ આ માહિતી માગી હતી. મળેલા જવાબ બાદ કાલરાએ કૉમ્પીટીશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)માં અરજી કરીને લૉકર સલામતી મુદ્દે સરકારી બેન્કો દ્વારા કાર્ટલ રચવાનો અને બિન-સ્પર્ધાત્મક વલણ રાખવાનો આરોપ મૂક્યો છે.  એડવોકેટ કાલરા દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ અરજીના જવાબમાં બેન્ક ઑફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સ, પંજાબ નેશનલ બેન્ક, યુકો તથા કેનેરા બેન્ક સહિતની 19 બેન્કોએ એકસમાન જવાબ આપ્યો હતો. 
 
આગળ વાંચો, શું કહ્યું બેંકોએ? 
અન્ય સમાચારો પણ છે...