તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Written About Closing Ceremony Of Pakistan's Inter University Sports Meet On Balloons

પાક.માંથી ભારતમાં આવ્યા ફરી 200 બલુન, પોલીસને જાસુસીનો શંકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંચૌર: પાકિસ્તાનની સીમામાંથી ફરી એક વાર હિલીયમ બલૂન ભારતની સીમામાં આવ્યા છે. બે મોટા જૂથમાં આવેલા આ બલૂનની સંખ્યા અંદાજે 200 જેટલી છે. પોલીસે તેને પોતાના કબ્જામાં લઈ લીધા છે. પોલીસને આ બલૂન દ્વારા જાસૂસી થતી હોવાની શંકા છે. પોલીસે સેનાને પણ આ વિશે સૂચના આપી છે. નોંધનીય છે કે, પહેલાં પણ આ રીતે પાકિસ્તાન સીમામાંથી બલૂન રાજસ્થાનમાં આવ્યા હતા. બોર્ડરથી 80 કિમી દૂરની છે ઘટના...
- આ બલૂન જાલૌર જિલ્લાના સાંચૌરમાં કાસેલા- બગછડી ગામમાં ગુરુવારે રાત્રે જોવા મળ્યા હતા.
- આ ગામ પાકિસ્તાનની બાખાસર બોર્ડરથી 80 કિમી દૂર છે.
- જ્યારે ગામના લોકોએ આ બલૂન્સ જોયા તો તેમણે આ માહિતી પોલીસને આપી.
- ગામના લોકોએ જણાવ્યું કે, રાત્રે આ બલૂન આવ્યા હોવાના કારણે બોમ્બની અફવા ફેલાઈ ગઈ હતી.
- શુક્રવારે સવારે પોલીસ ગામમાં પહોંચ્યા પછી ગામના લોકોને રાહત મળી હતી.
- બલૂન્સ પર પાકિસ્તાનમાં ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ મીટની ક્લોઝિંગ સેરેમની વિશે લખવામાં આવ્યું હતું.
પહેલાં બાડમેરમાં આવ્યા હતા આવા બલૂન્સ

- 26 જાન્યુઆરીએ પણ પાકિસ્તાન તરફથી ઉડીને રંગીન બલૂન્સ બાડમેરની સીમા તરફ આવીને પડ્યા હતા.
- બલૂન્સને જોધપુરથી લડાકુ વિમાન સુખોઈ 30 એમકેઆઈએ હવામાં મારીને પાડી દીધા હતા.
- તે બલૂન્સ પર હેપી બર્થ ડે લખ્યું હતું, જે ઉડતા ઉડતાં પાલી જિલ્લાના ગુંદોજ ગામના ખેતરોમાં આવીને પડ્યા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...