• Gujarati News
  • Ballabhgrah Communal Riots After Court Ruled The Masque Land Belonged To Muslims

વલ્લભગઢ: હુમલાખોરામાં મહિલાઓ પણ, કોર્ટે કહ્યુ'તું- મસ્જિદની જમીન મુસ્લિમોની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરિદાબાદ: હરિયાણાના બલ્લભગઢ કસ્બામાં સટે અટાલી ગામમાં સોમવારે જે મસ્જિદની જમીનને લઈને સાંપ્રદાયિક હિંસા થઈ, તેને બેમહિના પહેલા ફરિદાબાદની અદાલતે મુસ્લિમોની સંપત્તિ કહી હતી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ અરજદારે એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે મસ્જિદ ગ્રામપંચાયતની જમીન પર છે. તો એક રિપોર્ટના આધારે જાટ સમુદાય સાથે જોડાયેલી ઘણી મહિલાઓ પણ આ હુલ્લડમાં સામેલ હતી, જેમણે મુસ્લિમો પર હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે મહિલા આરોપીઓને પકડવી વધારે મુશ્કેલ છે કેમકે જ્યાં ઘટના બની તે તે સમાજ બહુ રૂઢિચુસ્ત છે. ઉલ્લેખનીય છે કે 26મેએ લગભગ 2000 હથિયારધારી લોકોએ હુમલો કરીને મુસ્લિમના ઘર અને દુકાનો સળગાવ્યા હતા. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા અને લગભગ 150 મુસ્લિમ પરિવારો ભયના કારણે છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનમાં આશરો લીધો હતો.
મહિલાઓ પણ હતી સામેલ
ગામના મુસ્લિમોએ એક અંગ્રેજી અખબારે જણાવ્યું કે હુમલા કરવામાં મહિલાઓ પણ હતી. જેમણે મુસ્લિમ સમુદાયની મહિલાઓને નિશાન બનાવી હતી. 70 વર્ષની શહનાઝે જણાવ્યું કે તેમણે અમારા વાળ ખેંચ્યા અને ગાળો દીધી. તે બૂમો પાડતી હતી કે અમે ગામ છોડીને ભાગી જઈએ. હરિયાણા પોલીસે જણાવ્યું કે એફઆઈઆરમાં જે 20 લોકોના નામ છે તેમાં ત્રણ મહિલાઓ છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે હવે આરાપીઓને પકડવા માટે કાયદાકીય પગલા લેવામાં આવશે.
શું કહ્યુ કોર્ટે

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર મસ્જિદમાં વિવાદ અંગે જાટ કોમે અદાલતમાં દાવો કર્યો હતો કે ગ્રામ પંચાયત પાસે આ વિવાદીત મસ્જિદની માલિકી છે, મુસ્લિમોને આ જમીન કબ્રગ્રાહ બનાવવા માટે આપવામાં આવી છે. મસ્જિદ બનાવવા માટે નહિ. જ્યારે મુસ્લિમ સમાજનું કહેવું છે કે જમીન વક્ફ બોર્ડની છે. 31 માર્ચના રોજ સિવિલ જજ વિનય શર્માએ ચુકાદો આપ્યો કે સ્પષ્ટ રીતે કહી શકાય કે વિવાદીત સંપત્તિ હંમેશા મુસ્લિમ સમુદાયના અધિકાર ક્ષેત્રમાં રહી છે. જો કે અરજીકર્તાઓએ પ્રયત્ન કર્યો કે સંપત્તિ ગ્રામ પંચાયતની છે. પણ તેઓ નિષ્ફળ રહ્યા છે.
શું થયું પછી
આ ચુકાદા બાદ અટાલી ગામની પંચાયત એસડીએમ પાસે ગઈ અને તેમણે મસ્જિદના નિર્માણ પર સ્ટે મેળવ્યો હતો. મેની શરૂઆતમાં ચંદીગઢથી ડિસ્ટ્રીક્ટ રેવેન્યૂ ઓફિસ ટીમ આ મામલે તપાસ કરવા માટે વલ્લભગઢ પહોંચી અને એક રિપોર્ટ આપ્યો. જે પછી એસડીએમે મુસ્લિમોને કામ ચાલુ રાખવાના મંજૂરી આપી હતી. આ કામ એક અઠવાડિયા પહેલા જ શરૂ થયું હતું.
પાછા ફરવા તૈયાર નથી મુસ્લિમો
જાય સમુદાયના પ્રતિનિદિ અને જિલ્લા પ્રશાસનના અમુક લોકોએ ચોકીમાં રહી રહેલા મુસ્લિમોની શનિવારે મુલાકાત લીધી હતી. અને આશ્વાસન આપ્યુ હતું કે આવું ફરી ક્યારેય નહિ બને છતાં તેઓ પાછા ફરવા તૈયાર નથી. સમુદાયના નેતા મુમતાઝ અલિએ કહ્યું કે અમને તેમના પર વિશ્વાસ નથી. આ પહેલા પણ બે વાર તેઓ વાયદો કરી ચૂક્યા છે પણ સોમવારની ઘટના બાદ હવે અમારી માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમે પાછા નહી જઈએ. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ગામમાં એક મીટીંગ રાખવામાં આવી હતી પણ મુસ્લિમ સમુદાયમાંથી એક પણ વ્યક્તિ શામેલ થવા પહોંચ્યો નહોતો.
આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો