તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનો પોતાનાં ખર્ચે ત્રણ કિ. મિ.નો રસ્તો બનાવવામાં લાગી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગૌર (ભિલવાડા, રાજસ્થાન) : વરસાદમાં અમરગઢ પંચાયતના સમરથપુરા ગામનો રસ્તો આખો તૂટી ગયો. એટલા મોટા ખાડા પડ્યા કે મુખ્ય રસ્તાથી ત્રણ કિ. મિ. દૂર ગામ સુધી કોઈ પણ વાહન નથી પહોંચી શકતું. આટલું અંતર પગપાળા કાપવું પડે છે. 15 દિવસ પહેલાં એક યુવતીને પ્રસવ પીડા ઉપડી તો એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો. રસ્તો તૂટેલો હોવાનું જણાવીને લગભગ 10 ડ્રાઇવરોએ ગામમાં આવવાની ના પાડી દીધી. જોખમ લઈને ગામની દાયણ પાસે પ્રસુતિ કરાવવી પડી. બુધવારે ગામના લોકોએ ચોરો ભર્યો અને જાતે જ રસ્તો બનાવવાનો નિર્ણય લઈ લીધો. પછી શું હતું, તમામ વ્યવસ્થા ગોઠવાવા લાગી અને સાત કલાકમાં દોઢ કિ. મિ.નો રસ્તો બનાવી દીધો.

રસ્તો તૂટેલો હોવાને કારણે એમ્બુલન્સ ડ્રાઇવરે ગામમાં આવવાની ના પાડી દીધી, અધિકારી-નેતાઓએ ગ્રામજનોની વાત ન સાંભળી

સમરથપુરાના રતનલાલે જણાવ્યું હતું કે મુખ્ય રસ્તાને જોડતો ગામના રસ્તા ઉપર ઊંડા ખાડા પડી ગયા હતા. સ્થાનિક ધારાસભ્ય અને દંડક પાસે ગામમાં રસ્તો બનાવવાની માગણી કરી. તમામ સ્તરે વહીવટીતંત્રને સમસ્યા જણાવી. કોઈ નેતા રસ્તો બનાવવા માટે તૈયાર ન થયો. માત્ર આશ્વાસન મળતું રહ્યું. ત્યાર બાદ અમે ચોરો ભરીને સામૂહિક નિર્ણય લીધો અને રૂ. 25 હજાર એકત્રિત કરી લીધા. ગ્રામજનો શ્રમદાન કરી રહ્યા છે. 4 ટ્રેક્ટર-ટ્રોલી, 2 જેસીબી તેમજ અન્ય સ્રોતો જાતે મેળવ્યા છે. સાંજે 6 વાગ્યા સુધી લગભગ દોઢ કિ. મિ. રસ્તાનું કામ પૂરૂં થઈ ગયું હતું. આ ગ્રેવલ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જેની પાછળ અંદાજે રૂ. 1 લાખનો ખર્ચ થશે. તેમાં ગ્રામજનોનાં શ્રમદાનનો સમાવેશ થાય છે.

સરપંચે કહ્યું બજેટનો અભાવ છે

અમરગઢનાં સરપંચ રતનીદેવી સુથારે જણાવ્યું હતું કે સમરથપુરામાં પંચાયતે રસ્તા ઉપર માટી નખાવી હતી. પંચાયત પાસે બજેટ નથી. બજેટ બનાવીને ઉચ્ચ અધિકારીઓને દરખાસ્ત મોકલીશું.

પગપાળા સ્કૂલે જાય છે

ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે તો મુખ્ય રસ્તા સુધી જઈ શકીએ છીએ. પરંતુ બાળકોએ રોજ પગપાળા સ્કુલે જવું પડે છે. ગામમાં કોઈ વાહન નથી આવતું.

કેવી રીતે શૌચાલય બનાવ્યું

ચોરામાં હાજર જે લોકોએ આર્થિક પ્રદાન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે ગામમાં શૌચાલય બનાવવાનું કામ પણ બંધ છે. કોઈ વાહન ગામમાં ન આવી શકતું હોવાને કારણે માલસામાન ગામ સુધી કેવી રીતે લાવવો? તેથી આ કામ બંધ છે.
અન્ય સમાચારો પણ છે...