તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતાને ખેડૂત કહીને ગર્વ લેતો આ વ્યક્તિ છે હજારોના મોત માટે જવાબદાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બદ્રી રાયને આમ તો ગામમાં સૌથી નમ્ર વ્યક્તિ માનવામાં આવે છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે તે માઓવાદના સ્થાપકો પૈકી એક છે. ત્યારપછી તો માઓવાદ એવો તો વકર્યો કે હજારો નિર્દોષ અને સરકારી અફસરો તેમની ગોળીનો ભોગ બન્યા. આમ હજારોની હત્યા માટે બદ્રીને જવાબદાર ગણાવવામાં આવે તો તેમાં જરાય ખોટું નહીં ગણાય.

સંથાલ પરગણામાં માઓવાદના બંદુક કલ્ચરનો આરંભ તેણે કર્યો હતો અને સંગઠનનો સબ-ઝોનલ કમાન્ડર બની બેઠો હતો. આજે તે 57 વર્ષની વયે પહોંચી ગયો છે અને દુમકાના સાહરૂપાની ગામના ઘરની બહાર ખાટલા પર આરામ ફરમાવી રહ્યો છે. બદ્રી આમ તો પોતાને નિર્દોષ ગણાવે છે અને ક્યારેય ગણવેશ પહેર્યો ન હોવાનો કે ભૂગર્ભમાં ગયો ન હોવાનો દાવો કરે છે, પરંતુ તેનો દાવો માની શકાય તેમ નથી. તેણે 2007થી એપ્રિલ 2012 સુધીનો સમય જેલમાં પસાર કર્યો હતો . હવે તે પોતાને માઓવાદી કહેવાને બદલે ખેડૂત કહીને ગર્વ લઈ રહ્યો છે.

આગળ વાંચોઃ રાય પરિવાર અને માઓવાદને છે પેઢી દર પેઢીનો નાતો