યુપીમાં જંગલરાજ: બદાયું ગેંગરેપ પીડિતાની માતા પર જીવલેણ હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીમાં જંગલરાજ પ્રવર્તમાન હોવાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. યુપીના એટામાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે, તેણે દીકરી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ, બદાયું કેસમાં મૃતક દલિત સગીરાંઓ સાથે રેપ થયો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની તપાસ કરવા રાષ્ટ્રીય મહિલા પંચ અને એસટી-એસસી પંચની ટીમ શુક્રવારે ઘટનાસ્થળે જશે.
એટામાં બળાત્કાર પીડિતાની માતા પર હુમલો

યુપીના એટામાં એક મહિલા પર હુમલો થયો છે. તેણે પાડોશી શખ્સની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ બળાત્કાર કરતાં રંગેહાથે ઝડપાઈ ગયો હતો અને તેને પોલીસને સોંપી દેવાયો હતો. પોલીસ હવે ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહી છે. આરોપીના પિતા બસંત યાદવે તેના સાગ્રીતો સાથે પીડિતાની માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની સ્થિતિ ગંભીર છે અને બોલી શકતી નથી. ત્રણ દિવસથી તે આઈસીયુમાં ચારેક દિવસ થઈ ગયા હોવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી. ઉલ્લેખનીય છે કે, એટાએ વર્તમાન મુખ્યપ્રધાન અખિલેશ યાદવનું 'હોમ ટાઉન' છે.

અખિલેશે પગલા લેવાની ખાતરી આપી
શુક્રવારે આ મામલે યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, બદાયું કેસમાં કોઈ દોષિતને છોડવામાં નહીં આવે અને તેમની સામે પગલા લેવામાં આવશે.અખિલેશ સરકારે બદાયું પોલીસ સ્ટેશન પાસેથી જવાબ માંગ્યો છે, જેમાં ચોકીના પોલીસવાળાઓએ ફરજમાં ઢીલ દાખવી હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા આવલાની બેઠક પરથી સાંસદ ધર્મેન્દ્ર કશ્યપના કહેવા પ્રમાણે, યુપી સરકારની ચૂપકિદી દર્શાવે છે કે, તે આ મામલે ગંભીર કાર્યવાહી કરવા તૈયાર નથી. સરકાર આ કેસને દબાવી રહી છે.
તું તો સલામત છે ને? અખિલેશનો સવાલ

જ્યારે એક પત્રકારે અખિલેશ યાદવને પુછ્યું, "યુપીમાં કાયદા વગરની સ્થિતિ પ્રવર્તમાન છે " ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું, "તમે સલામત છોને ? “પત્રકારે હા પાડતા, તેનો આભાર માનીને કહ્યું હતું કે, તમારે બીજી બાબતો રિપોર્ટ કરવી જોઈએ. કાનપુરમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો, તે અંગે રિપોર્ટ કરવું જોઈએ. એવો કંટ્રોલ રૂમ ક્યાંય નથી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન બળાત્કાર અંગે સપા સુપ્રીમો મુલાયમસિંહે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું, "છોકરાઓ છે, ભૂલ (બળાત્કાર કરવાની) થઈ જાય. આ માટે છોકરાઓને ફાંસી આપવામાં આવે, તે બરાબર બાબત નથી. અમારી સરકાર આવશે, તો અમે આ દિશામાં ચોક્કસપણે કશું કરીશું.
યુપીમાં જંગરાજ પ્રવર્તમાન: માયાવતી

યુપીમાં બસપાના સુપ્રીમો માયાવતીએ શુક્રવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આરોપ મુક્યો હતો કે, યુપીમાં જંગલરાજ પ્રવર્તમાન છે. જેની સાક્ષી બદાયુંની ઘટના પૂરે છે. જ્યાં બે સગીર દલિત સગીરો પર બળાત્કાર કરી તેમની હત્યા કરી નાખવામાં આવી છે. ચૂંટણીના પરિણામો બાદ પણ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી નથી, ઉલ્ટું કથળી છે. માયાવતીએ કહ્યું હતું કે, મૃતક સગીરાઓ દલિત હતી, એટલે યુપીની સપા સરકાર કશું નથી કરી રહી.
કેન્દ્રી સંગઠનો બન્યા સક્રિય, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.