મજૂર યુવક પર આવ્યું પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીનું દિલ, લગ્ન કરવા માટે કર્યું આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમીરપુર: યૂપીના હમીરપુર જિલ્લામાં ગયા મગંળવારના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીએ એક મજૂર યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ પોતાના પરિવારથી સંતાઇને આ લગ્ન કર્યા હતા. વરરાજા બન્યા બાદ યુવકે કહ્યું- હવે તો આજીવન અમે સાથે રહીશું.
 
B.A પાસ મજૂર યુવક બન્યો પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીનો પતિ
 
- હમીરપુર જિલ્લાના ઉરઇના રહેવાસી 26 વર્ષીય કમલેશે જણાવ્યું કે, \'મારી બહેન હરૌલી ગામમાં સાસારે છે. હું અવારનવાર ત્યાં જતો હતો. ત્યાં મારી મુલાકાત પડોશમાં રહેતી 22 વર્ષીય રશ્મિ સાથે થઇ હતી.\'
- \'ધીરે-ધીરે અમારી વચ્ચે પ્રેમ થઇ ગયો અને અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ વાતની જાણકારી રશ્મિના પરિવારને થઇ તો તેમણે તેને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.\' 
- \'અમે બંને અલગ જાતિના છે એટલા માટે પરિવાર અમારા સંબંધને લઇને ખુશ ન હતા. એટલે અમે ઘરેથી ભાગવાનો નિર્ણય લીધો હતો.\' 
- ઉલ્લેખનીય છે કે કમલેશ બીએ પાસ છે અને ઇન્દોરમાં એક કંપનીમાં પથ્થર નકાશીનું કામ કરે છે. જ્યારે રશ્મિ પોસ્ટ ગ્રેજ્યુએટ છે.
- કમલેશના એક મિત્રએ કહ્યું- બંનેએ મંગળવારના રોજ સુસાઇડની ધમકી આપી હતી. બંને ગભરાયેલા હતા કે ઘરે જશે તો પોલીસ હેરાન કરશે. એટલા માટે એમે તેમના લગ્ન હમીરપુરના પ્રાચીન ચૌરાદેવી મંદિરમાં કરાવી દીધા હતા.
- ત્યારબાદ બંને કોર્ટ પહોંચ્યા હતા જ્યાં વકીલે કોર્ટમાં અરજી કરી હતી. 
- કમલેશે કહ્યું, \'હવે કંઇપણ થઈ જાય, હું મારા છેલ્લા શ્વાસ સુધી મારી પત્નીનો સાથ નહીં છોડીશ.\'
- દુલ્હને કહ્યું, \'આવી જ ભાવના મારા દિલમાં છે. જે વિચાર્યું હતું તે આજે પૂરુ થઈ ગયું.\'
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...