તૃણમૂલ જેવા સાથીઓને કારણે સુધારામાં વિલંબ થયો : આઝાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુપીએ સરકાર પાસે ૩૦૦થી વધુ સાંસદોનું સમર્થનયુપીએમાં તૃણમૂલ કોંગ્રેસ જેવા સહયોગીઓને કારણે રિટેઇલમાં એફડીઆઇ જેવા સુધારા લાવવામાં વિલંબ થયો હોવાનું કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદે રવિવારે જણાવ્યું છે. એફડીઆઇ, ડીઝલ અને રાંધણ ગેસ સંબંધિત નિર્ણયો અંગે સરકારનો વિરોધ કરવા બદલ આઝાદે તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સમર્થન પાછું ખેંચી લેવાના મુદ્દા અંગે તેમણે જણાવ્યું કે, યુપીએ સરકારને લોકસભામાં ૩૦૦થી વધુ સાંસદોનું સમર્થન છે. સરકાર જાહેર ખબરનો સહારો લેશે : રિટેઇલમાં એફડીઆઇ જેવા નિર્ણયો અંગે આકરી ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર પોતાના નિર્ણયોને યોગ્ય ઠરાવવા માટે પ્રચાર અભિયાન ચલાવશે. સૂત્રોએ જણાવ્યું કે, વપિક્ષના ખોટા પ્રચારને પહોંચી વળવા માટે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપન જારી કરવામાં આવશે.- કોંગ્રેસ-સપા વચ્ચે ડીલ : હુસેનભાજપના પ્રવકતા સૈયદ શાહનવાજ હુસેને સમાજવાદી પક્ષ સામે તકવાદી હોવાનો અને બેવડા માપદંડ અપનાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે રવિવારે જણાવ્યું કે, કોંગ્રેસ અને સપા વચ્ચે પરમાણુ સમજુતી વખતે થયેલી ડીલ હજી ખત્મ થઇ નથી. તે વખતે લઘુમતીમાં મૂકાયેલી યુપીએ સરકારના સંકટમોચક બની ગયેલો સમાજવાદી પક્ષ આજે પણ એ જ ભૂમિકામાં છે. સરકારની નીતિઓની સપા ટીકા કરે છે પરંતુ તકથી લાભ ખાટવા માટે તેનું સમર્થન પણ કરે છે.