તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલકાતાઃ મમતા સરકારે ઓડિટોરિયમનું બુકિંગ કર્યું રદ, RSSનો હતો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતાઃ કોલકાતાના એક ઓડિટોરિયમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું બુકિંગ કેન્સલ કરી દીધું છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્પીચ આપવાના હતા. સિસ્ટર નિવેદિતા મિશન ટ્રસ્ટે ઓડિટોરિયમનું બુકિંગ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના ગવર્નર કેશરીનાથ ત્રિપાઠીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરએસએસ દ્વારા બુકિંગ રદ કરવાના પગલાની ટીકા કરવામાં આવી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે યોજાવાનો હતો.
 
શું છે ઓડિટોરિયમનું નામ?
 
આ ઓડિટોરિયમનું નામ મહાજાતિ સદન છે. જે કોલકાતાનો જાણીતો ઓડિટોરિયમ છે અને બંગાળ સરકાર અંતર્ગત આવે છે. સિસ્ટર નિવેદિતા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી આર સેનગુપ્તાએ કહ્યું કે, ઓડિટોરિયમ સત્તાધીશોએ ગત ગુરુવારે બુકિંગ કેન્સલ કરી દીધું હતું.
 
જુલાઈમાં કરાવ્યું હતું બુકિંગ
 
તેમણે જણાવ્યું કે, અમે જુલાઈમાં 14,350 રૂપિયા ભરીને ઓડિટોરિયમ બુક કરાવ્યો હતો.  3 ઓક્ટોબરના રોજ રજા હોવાથી અમે વધારાના 1,150 રૂપિયા ભર્યા હતા. આ અંગે અમે કોલકાતા પોલીસના હેડક્વાર્ટરમાં જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસને પણ જાણ કરી હતી. અચાનક 31 ઓગસ્ટે મહાજજાતિ સદન દ્વારા બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું હોવાની જાણ કરાઈ. તેમણે કહ્યું કે, કોલકાતા પોલીસ તરફથી NOC મળ્યું નથી. 1 સપ્ટેમ્બરે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી કે ઓક્ટોબરના પ્રથમ વીકમાં ઓડિટોરિયમનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી તે  ઉપલબ્ધ નથી.
 
કાર્યક્રમ નિર્ધારિત દિવસે જ યોજાશે
 
સેનગુપ્તાએ જણાવ્યું કે, અમે બીજી જગ્યાએ આ જ દિવસે ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. જે માટે વૈકલ્પિક જગ્યા શોધવામાં આવી રહી છે.
 
બુકિંગ કેમ થયું કેન્સલ
 
સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વિજયા દશમી અને મોહરમ અનુક્રમે 30 સપ્ટેમ્બર અને 1  ઓક્ટોબરના રોજ આવે છે. તેથી રાજ્ય સરકારને ચિંતાછે કે વિજયા દશમીના દિવસે હિન્દુઓ તેમના શસ્ત્રોનું પ્રદર્શન કરીને વાતાવરણ તંગ કરી શકે છે. તેથી બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે અન્ય સંગઠનોના પણ આ સમયગાળા દરમિયાનના બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જાન્યુઆરીમાં પોલીસે ભાગવતની રેલીને આપી નહોતી મંજૂરી
અન્ય સમાચારો પણ છે...