• Gujarati News
  • Attack On Aam Admi Party Leader Kumar Vishwas At Amethi

કુમાર વિશ્વાસની કાર પર હુમલો, કાર્યકરોને બનાવ્યા બંધક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસના કાફલા પર શુક્રવાર સાંજે હુમલો કરાયો છે. અમેઠીના સિંગૌલી ગામ ખાતે ઝાડુ યાત્રા દરમિયાન કાફલા પર હુમલો કરાયો છે. હુમલામાં આપના કેટલાય કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે, તો સાથે જ કુમાર વિશ્વાસની કારના કાચ પણ તૂંટી ગયા છે. કુમાર વિશ્વાસે આ હુમલા પાછળ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

હુમલા મુદ્દે વાત કરતા કુમાર વિશ્વાસે જણાવ્યું કે ઝાડુ યાત્રા દરમિયાન લગભગ 15-20 લોકોએ લાકડીઓથી આપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાની ફરિયાદ કરવા માટે વિશ્વાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ આપની ટિકિટ પરથી અમેઠીમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

કાર્યકરોને બનાવ્યા બંધક
કુમાર વિશ્વાસે જણાવ્યું કે આ હુમલામાં તેમના પક્ષના કેટલાય કાર્યકરોને બંધક પણ બનાવાયા છે. તેમણે એવું પણ જણાવ્યું કે હુમલામાં તેને અને પક્ષની બે મહિલા કાર્યકરોને ઈજા પણ પહોંચી છે. આ દરમિયાન હુમલાના સમાચાર મળતાની સાથે જ આપનેતા મનિષ સિસોદિયા અમેરી આવવા નિકળી ગયા છે.