યુપી કોનું ? પર તમામની મીટ, ગણતરીની કલાકોમાં શરુ થશે કાઉન્ટિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં  યુપી તથા ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની વાપસી થઈ છે. આ ચૂંટણી પરિણામો બાદ મોદીએ યુપી, ઉત્તરાખંડ અને પંજાબની જનતાનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી. મણિપુર તથા ગોવામાં કોંગ્રેસ  સૌથી મોટી પાર્ટી બની હોવા છતાં  ભાજપે સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  આજે માયાવતીને અપશબ્દો કહેનારા દયાશંકર સિંહને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર પરત લેવામાં આવ્યો છે. UP બીજેપી અધ્યશ કેશવ પ્રસાદ મૌર્યએ આની જાહેરાત કરી હતી. પંજાબમાં કોંગ્રેસની મળનારી બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે અમરિન્દરની પસંદગી કરવામા આવી. ત્યારબાદ તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. તા. 16મી માર્ચના શપથવિધિ નક્કી થઈ છે. 
ગોવાની જનતાની અપેક્ષા પર ખરા ઉતરવું પડશેઃ દિગ્વિજય સિંહ
 
દિગ્વિજય સિંહે ઉમેર્યું હતું કે, ગોવાની જનતાએ આપણને છેલ્લી તક આપી છે. આપણે તેમની અપેક્ષા પર પાર નહીં ઉતરીએ તો આપણે ખલાસ થઈ જઈશું.
 
પ્રકાશ સિંહે આપ્યું રાજીનામું
 
પંજાબના મુખ્ય પ્રધાને આજે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપ્યું હતું. જે બાદ તેમણે પત્ર લખીને જણાવ્યું હતું કે, જવાબદાર વિપક્ષ તરીકે અમે તમામ સપોર્ટ કરીશું. કેપ્ટન સાહેબ અને તેમની ટીમને અભિનંદન.
 
મોદીએ દરેક પ્રકારની મદદનો આપ્યો ભરોસોઃ કેપ્ટન અમરિન્દર
 
કેપ્ટન અમરિન્દર સિંહે આજે કહ્યું કે જીત બાદ પીએમ મોદી સાથે વાત થઈ હતી. પંજાબને દરેક પ્રકારની મદદ કરવાનો ભરોસો વડાપ્રધાને આપ્યો છે. જ્યારે વાજયેયી વડાપ્રધાન અને હું મુખ્યપ્રધાન હતો ત્યારે પણ કોઈ પ્રોબ્લેમ થયા નહોતા. ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા મનોચિકિત્સકોની જરૂર છે. એજ્યુકેશન અને હેલ્થ પર સૌથીવધારે ધ્યાન આપવામાં આવશે.
 
રાજકીય પ્રતિક્રિયાઓ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...