અશ્વિની-બંસલની હકાલપટ્ટીની તૈયારી, ગતિવિધિએ પકડ્યો વેગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રેલવેમંત્રી બંસલ અને કાયદામંત્રી અશ્વિનીકુમારના ભાવિ અંગે રાજકીય ગતિવિધિને વેગ મળ્યો
- બંસલ કેબિનેટની બેઠકમાં ગેરહાજર, અશ્વિનીકુમારે હળવાશ અનુભવી


રેલવેપ્રધાન પવનકુમાર બંસલ અને કાયદાપ્રધાન અશ્વિનીકુમારના ભવિષ્ય અંગે કોંગ્રેસ અને સરકારમાં ચહલપહલ વધી ગઇ છે. સંકેતો અને ઘટનાક્રમથી જાણવા મળે છે કે, ટૂંક સમયમાં જ કોઇ મોટો નિર્ણય લઇ શકાય છે. જોકે, બંને પ્રધાનો અંગે વડાપ્રધાને અત્યાર સુધી વલણ સ્પષ્ટ કર્યું નથી.

ગુરુવારે કાયદાપ્રધાન અશ્વિનીકુમાર વડાપ્રધાન કાર્યાલય સુધી તો ગયા હતા પરંતુ વડાપ્રધાનને મળ્યા વગર જ પરત આવી ગયા. બીજી બાજુ બંસલ પોતાના વિશે કેબિનેટની બેઠકમાં જ પ્રશ્ન ઊભા થવાની સંભાવના હોવાનું સમજીને બેઠકથી દૂર રહ્યા હતા પરંતુ બંનેએ રાજીનામાં આપવાનાં નૈતિક માપદંડથી પોતાને દૂર રાખ્યા.

બંને પ્રધાનો સતત ફજેતી થઇ રહી હોવા છતાં વડાપ્રધાનના અંતિમ નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. દરમિયાન, સીબીઆઇની ઝડપી તપાસ પછી પવન બંસલનું જવાનું નિશ્વિત હોવાનું લાગી રહ્યું છે. રેલવે એસોસિયેશને પણ બંસલના રાજીનામાની માગણી કરી છે.

- અટકળોનો દોર : દૂર કરાશે કે વિભાગ બદલાશે

- અશ્વિનીને આટલા માટે બચાવશે સરકાર


- જો કાયદાપ્રધાન અશ્વિનીકુમારને હટાવાશે તો વપિક્ષના નિશાન પર વડાપ્રધાન પણ આવી જશે.
- અશ્વિનીએ રિપોર્ટમાં ફેરફાર તો કર્યા પરંતુ એવું પીએમઓના આદેશ પર કર્યું.
- સુપ્રીમ અને વપિક્ષે કેન્દ્ર પર જેટલું પણ દબાણ કરવાનું હતું, તે થઇ ગયું છે.

- બંસલને હટાવવાનું આટલા માટે જરૂરી

- રેલવેપ્રધાન પવન બંસલને હટાવવાથી પક્ષ કે સરકાર પર કોઇ રાજકીય દબાણ થશે નહીં.
- લાંચકાંડમાં સીબીઆઇ દરરોજ નવા ખુલાસા કરી રહી છે. આવી સ્થિતિમાં બંસલને બચાવી રાખવાનું મુશ્કેલ હશે.

- કાયદામંત્રી પીએમને મળવા પહોંચ્યા

સવારે કાયદામંત્રી અશ્વિનીકુમાર વડાપ્રધાનને મળવા સાઉથ બ્લોક પહોંચ્યા. લગભગ ૩૦ મિનિટ સુધી બેઠક બાદ કુમાર ત્યાંથી પાછા ફર્યા. બાદમાં કહ્યું વડાપ્રધાન સાથે મુલાકાત થઈ નથી.

- રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન

વડાપ્રધાને રાષ્ટ્રપતભિવન જઇને વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી. ફેરબદલની સંભાવનાઓ પર પણ ચર્ચા થઇ. પીએમઓએ કહ્યું રુટિન બેઠક હતી.

- બંસલ મંત્રીમંડળની બેઠકમાં ન ગયા

સાંજે મંત્રીમંડળની બેઠક યોજાઇ, તેમાં અશ્વિનીકુમાર ગયા હતા, પણ પવન બંસલ ન ગયા. કહેવાય છે કે તેમણે રાજીનામાની સંભાવનાને જાણી લઇને પોતાની જાતે આ નિર્ણય કર્યો છે.

- ૨૨મીએ મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા

ચોથી અટકળ પણ - વડાપ્રધાન ૨૨મી મેના રોજ મંત્રીમંડળમાં ફેરફાર કરશે. તેમાં બંસલની જગ્યાએ સી.પી. જોશીને રેલવેમંત્રી અને અશ્વિનીની જગ્યાએ મનીષ તિવારીને કાયદામંત્રી બનાવે તેવી શક્યતા છે.

- ‘સીબીઆઇ પોપટ’ સુપ્રીમકોર્ટે સાચું કહ્યું : ડિરેક્ટર

નવી દિલ્હી : સીબીઆઇ ડિરેક્ટર રંજિત સિંહએ પણ કબૂલાત કરી હતી કે તેમની આગેવાની હેઠળની તપાસ એજન્સી સીબીઆઇ સામેની સુપ્રીમ કોર્ટની ટિપ્પણી યોગ્ય છે. વાસ્તવમાં રંજિત સિંહાએ ગુરુવારે પત્રકારો સાથે આમને-સામને આવી ગયા હતા. કોઇએ તેમને પજુછી લીધું કે સુપ્રીમકોર્ટે સીબીઆઇને પોતાના માલિકની ભાષા બોલનારો પીંજરામાં પુરાયેલો પોપટ કહ્યો છે. શું તે સાચું છે? સિંહાએ કહ્યું કે સુપ્રીમકોર્ટે સીબીઆઇના વિષે જે પણ કહ્યું છે, તે બધું સાચું છે.

- બંસલના સચિવની પૂછપરછ

સીબીઆઇએ લાંચકાંડમાં બંસલના અંગત સચિવ રાહુલ ભંડારીને ગુરુવારે ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.