• Gujarati News
  • Asaram Trust Reacts On The Stand Of Maharashtra Government

આસારામ બાપુ પર ગાળિયો કસશે મહારાષ્ટ્ર સરકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ ગણો દંડ વસૂલાયો
મીડિયા-એનજીઓનાં કારણે વિવાદ થયો હોવાનો ટ્રસ્ટનો આરોપ

નાગપુરમાં હોળી ઉજવીને આસારામબાપુ વધુ એક વિવાદમાં સપડાયા છે. તેમની દલિલ છેકે, આ કાર્યક્રમમમાં દરેક વ્યક્તિ પર અડધો ગ્લાસ પાણીના હિસાબે પાણી વાપરવામાં આવ્યું હતું. એટલું જ નહીં એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે, પીચકારીમાંથી જે રંગીન પાણી નીકળ્યું હતું તે બિમારીઓને દુર કરી દે છે,આથી તેનાથી રમવામાં આવેલ હોળીથી કોઈ નુક્શાન નથી થતું. આથી પાણીનો સદુપયોગ થાય છે. આસારામ સમર્થકોના કહેવા પ્રમાણે, આ વિવાદ મીડિયા અને સમાજને પરસ્પર લડાવનાર એનજીઓની કરતૂત છે.

મહારાષ્ટ્ર સરકારે આસારામ બાપુને હોળીના આયોજનની મનાઈ કરી હોવા છતાં સોમવારે નવી મુંબઈમાં ભક્તો સાથે હોળી રમવાનું આયોજન કર્યું હતું. અગાઉ પણ હોળી રમવાના પ્રતિબંધ અંગેના અહેવાલ મીડિયામાં છપાતાં આસારામ તેમના ઉપર ભડક્યા હતા અને મીડિયા સાથે ગાળા ગાળી ઉપર ઉતરી આવ્યા હતાં. આટલું જ નહીં પરંતુ ગુસ્સે ભરાયેલા તેમના સમર્થકોએ મીડિયા ઉપર પત્થરમારો કરતાં કેટલાક લોકો ઘાયલ થયા હતાં. આસારામના સમર્થકોએ મીડિયાના કેમેરા પણ તોડી નાખ્યા હતાં. ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ પણ અમદાવાદ ખાતે આસારામના ભક્તોએ સ્થાનિક લોકોને ફટકાર્યા હોવાનું જણાયું છે.