• Gujarati News
  • Asaram Stay 2 Times In This Hut In Sagara, Madhya Pradesh

આ કુટિરમાં બે વાર રોકાયા હતા આસારામ, લોકો આવતા ભાગ્યા સાધકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ખેતરોની વચ્ચોવચ બનેલ આ કુટિરમાં બે વાર આવીને રોકાયા હતા આસારામ)

સાગર: બંડા તાલુકાના ગોરાખુર્દ ગામમાં આવેલ શ્રી દેવ જાનકી ટ્રસ્ટનું મંદિર હવે આસારામના સાધકોના હાથમાંથી ધીરે-ધીરે સરકી રહ્યો છે. બે દિવસ પહેલાં જ ટ્રસ્ટના મોહત્તમકાર અને મહંત 108 શ્રી રામબાલક દાસ મહારાજ અને તેમના આનુયાઇઓએ મંદિરમાં વિધિવત પૂજાપાઠ કરતાં મંદિરમાં વિધિવત ડેરો જમાવ્યો હતો. મહંતના અનુયાયીઓ ડોલાગિયારસની પરંપરાગત વિમાન યાત્રા કાઢવા આવ્યા હતા.

ત્યારબાદ તેઓ મંદિરમાં જ રોકાયા હતા. એક બાજુ મહંતના અનુયાઇઓની હાજરીને જોતાં આસારામના સાધકો ત્યાંથી આઘાપાછા થવા લાગ્યા હતા. લગભગ 7-8 સાધકોએ મંદિરથી લગભગ બે કિમી દૂર ગૌશાળામાં રહેવાનું શરૂ કરી દીધુ છે. બાકીના સાધકો બાજુના એક મકાનમાં રહી રહ્યા છે. કોઇ મંદિરના ગર્ભગૃહ તરફ પણા જતું નથી.

લગભગ એક વર્ષ પહેલાં થયો હતો વિવાદ:

લગભગ એક વર્ષ પહેલાં આસારામ જેલમાં ગયા પછી સાધકો અને મહંત રામબાલક દાસના અનુયાયીઓ વચ્ચે મંદિર પર કબજો જમાવવા વાવતે વિવાદ થયો હતો, જે હજી ચાલે જ છે. મહંતના પક્ષના લોકોનું કહેવું છે કે, મંદિરમાં બનેલ 14 સમાધિઓને આસારામે ખંડિત કરી છે અને મૂર્તિઓને ગાયબ કરી છે. મંદિરની અખંડ ધૂણીને પણ ઠારી દેવામાં આવી છે. કરેલ વાયદા મૂજબ, આસારામના અનુયાઇઓએ સંસ્કૄત વિદ્યાલય પણ નથી બનાવડાવ્યું કે મંદિરનો જીર્ણિદ્ધાર પણ નથી કરવ્યો.
વધુમાં આસારામ માટે ટ્રસ્ટનાં ખેતરોની વચ્ચોવચ આસારામ માટે એક ભવ્ય મકાન બનાવી દીધું છે. બંડા એસડીએમ કોર્ટમાં ચાલી રહેલ આ કેસનો જુલાઇ 2014માં નિર્ણય આવ્યો છે. જોકે કોર્ટના આદેશનું પાલન થઈ શકે તે પહેલાં જ આસ્રારામના સાધકોએ જબલપુરથી સ્ટે લાવી દીધો છે. આ દરમિયાન મહંત પક્ષ મંદિરમાં ડોલ અગિયારસ નિમિત્તે પૂજા માટે પહોંચ્યો. મંદિરમાં હાજર ભક્તોને પ્રવચન આપતાં મહંતે જણાવ્યું કે, તે હવે અહીંથી ક્યાંય નહીં જાય. આસારામે તેમને દગો આપ્યો છે. મંદિરના જીર્ણોદ્ધારના નામે મંદિરની સંપત્તિને હડપ કરી છે. પહેલાં ખબર હોત તો આવા લોકોના હાથમાં ક્યારેય મંદિરની સંપત્તિ ના જવા દેત.
સાધકો ભાગ્યા ત્યાંથી:
મંદિરમાંથી આસારામના પોસ્ટર્સ અને તસવીરો દૂર કર્યા બાદ ગામલોકો બહુ જ ખુશ થઈ ગયા હતા, તો આસારામના સાધકો કોઇપણ અજાતની વાત ક્ર્યા વગર ત્યાંથી ભાગ્યા. દિવ્યભાસ્કરની ટીમ ત્યાં પહોંચી તો સાધકો ખેતરોમાં ભાગી ગયા, જે મોડે સુધી પાછા ના ફર્યા.
તો આસારામના સાધક અનિલ કહે છે કે, મહંત અહીં રોકાય તેમાં તેમને કઈં વાંધો નથી પણ મહંતના અનુયાઇઓ સાધકોને ધમકાવે છે. તેમણે કોઇ સમાધિઓને ખંડિત નથી કરી કે મૂર્તિઓ ગાયબ પણ નથી કરી. આસારામ તેમના માટે પરમ પૂજ્ય હોવાથી સૌથી પહેલાં તેમના માટે ધ્યાન કુટિર બનાવી છે, ત્યારબાદ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ પણ શરૂ કર્યું છે, પણ હજી તે અધૂરુ છે. તેમને કાયદા પર વિશ્વાસ છે એટલે તેઓ આ જગ્યા નહીં છોડે.

બંન્ને પક્ષોને કહેવામાં આવ્યું શાંતિ જાળવી રાખવા:

પોલીસ આ સમગ્ર ઘટના પર નજર નાખી રહી છે. બંન્ને પક્ષોને શાંતિ જાળવી રાખવા કહેવામાં આવ્યું છે, તેમ છતાં કોઇપણ પક્ષને કોઇ તકલીફ હોય તો ફરિયાદ કરી શકે છે.
- વિજય શર્મા, શાહપુર પોલીસ ઇન્સ્પેક્ટર, સાગર

આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ તસવીરો....